નવી દિલ્હી : વોડાફોનમાં એમ પૈસા બંધ થયા બાદ હવે વોડાફોન-આઇડિયા ટેલિકોમે આદિત્ય બિરલા પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરવાનો નિર્ણય લીધો છે. બેંકનાં શરૂ થયાનાં 17 મહિના બાદ જ વોડાફોન- આઇડિયાએ આ નિર્ણય લીધો છે. આ સાથે જ બેંકનાં કેટલાક કર્મચારીઓને આદિત્ય બિરલા ગ્રુપની કંપનીઓમાં ટ્રાન્સફર કરી દેવાયા છે. વોડાફોન-આઇડિયા તરફથી મીડિયાને અપાયેલી માહિતી અનુસાર બોર્ડ ઓફ ડાયરેક્ટરને બિઝનેસ બંધ કરવાનાં રેગ્યુલેટરી એપ્રુવલ મળી ચુક્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ભેંસ ગર્ભવતી થઈ તો આખું રાજ્ય કરી રહ્યું છે ઉજવણી, ખાસ જાણો કારણ 
આઇડિયા સેલ્યુલરનું 49 % શેર
આદિત્ય બિરલા પેમેન્ટ્સ બેંક આઇડિયા સેલ્યુલર અને આદિત્ય બિરલા નૂવો લિમિટેડનું જોઇન્ટ વેંચર છે. તેમાં આદિત્ય બિરલા નૂવો લિમિટેડનાં 51 ટકા શેર છે, જ્યારે આઇડિયા સેલ્યુલરનાં 49 ટકા શેર છે. આ દેશમાં ચાલી રહેલ કુલ 7 પેમેન્ટ્સ બેંકમાંથી એક છે. બેંકને બંધ કરી જવાનાં નિર્ણય પર સવાલ ઉઠે છે કે હવે ગ્રાહકોનાં પૈસાનું શું થશે. બેંકની તરફથી આ અંગે કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. 


સોનભદ્ર કાંડ: 24 કલાકના ધરણા બાદ પીડિત પરિવારોના કેટલાક લોકોને મળ્યાં પ્રિયંકા ગાંધી
ભાજપના નેતા સત્યપાલ સિંહે કહ્યું- 'આપણે સંતોના સંતાન છીએ, વાંદરાના નહીં'
ગ્રાહતો માટે ખાસ ધ્યાન આપે.
આદિત્ય બિરલા પેમેટ્સ બેંક લિમિટેડે પોતાનાં ગ્રાહકોને મેસેજ દ્વારા જણાવાયું છે કે, તેમના જમા પૈસાને પરત આપવામાં આવશે. તેના માટે બેંકે તૈયારી કરી લીધી છે. આદિત્ય બિરલા બેંકના ગ્રાહકોને જણાવાયું છે કે, તેમને જમા પૈસા પરત આપવામાં આવશે. તેના માટે બેંકની તૈયારીઓ છે. આદિત્ય બિરલા પેમેન્ટ્સ બેંક આરબીઆઇ દ્વારા નિર્દેશિચ સંચાલન કામ કરવાનું ચાલુ રાખશે. જેથી ગ્રાહકોને જમા રકમ ઉપાડવામાં કોઇ સમસ્યા ન થાય. બેંક પાસે આશરે 20 કરોડ રૂપિયાની રોકડ જમા છે. 


પ્રિયંકા ગાંધીએ આખી રાત ધરણા ધર્યા, કહ્યું- 'પીડિત પરિવારોને મળ્યા વગર જઈશ નહીં'
આ રીતે ઉપાડો તમારા પૈસા
બેંકે ગ્રાહકોને મોકલવામાં આવેલા પૈસામાં જણાવાયું કે, ગ્રાહક પોતાનાં પૈસાને એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી શકે છે. તેના માટે તેઓ આદિત્ય બિરલા પેમેન્ટ્સ બેંકની નજીકના બૈંકિગ પોઇન્ટ પર જઇને પ્રોસેપ ફોલો કરી શકો છો. 26 જુલાઇ બાદ તમારા ખાતામાં કોઇ પણ પ્રકારની રકમ જમા કરાવી શકશો. ગ્રાહક 18002092265 પર ફોન કરીને પણ માહિતી મેળવી શખે છે. તે ઉપરાંત  vcare4u@adityabirla.bank પર પણ ઇમેઇલ કરી શકો છો.