નવી દિલ્હીઃ ગુજરાત સહિત દેશના 10 રાજ્ય અને 1 કેન્દ્ર શાસિત પ્રદેશની 93 બેઠક માટે આવતીકાલે મતદાન યોજાશે.... જેમાં કોંગ્રેસે કંઈ ગુમાવવા જેવું નથી.... કેમકે 2019ની ચૂંટણીમાં કોંગ્રેસને ત્રીજા તબક્કાની માત્ર 4 જ બેઠક મળી હતી... પરંતુ ભાજપ માટે જીતેલી બેઠકોને બચાવી રાખવાનો પડકાર છે.... ત્રીજા તબક્કાના મતદાન પછી અડધાથી વધારે બેઠકો પર મતદાનની પ્રક્રિયા પૂરી થઈ જશે.... ત્યારે આ ચૂંટણીમાં કયા જાણીતા ચહેરાઓનું નસીબ ઈવીએમમાં કેદ થશે?... જોઈશું આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલાં તબક્કામાં 66.14 ટકા મતદાન અને બીજા તબક્કામાં 66.71 ટકા મતદાન થયું છે... ત્યારે રાજકીય પક્ષોની સાથે સાથે ચૂંટણી પંચે પણ વધુ મતદાન થાય તે માટે તમામ પ્રયાસો કર્યા છે.... જોકે કાળઝાળ ગરમીના કારણે પહેલા બંને તબક્કાના મતદાન પર અસર થઈ છે... કાળઝાળ ગરમીની અસર મતદાન પર ન થાય તે માટે મતદારોને વહેલી સવારે મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે....


ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 13 રાજ્યની 95 લોકસભા બેઠક પર મતદાન થશે... જેના પર કરીએ તો....
અસમની 4 બેઠક પર મતદાન થશે....
બિહારની 5 બેઠક પર મતદાન થશે....
છત્તીસગઢની 7 બેઠક પર મતદાન થશે....
ગોવાની 2 બેઠક પર મતદાન થશે....
ગુજરાતની તમામ 26 બેઠક પર મતદાન થશે...
કર્ણાટકની 14 બેઠક પર મતદાન થશે....
મધ્ય પ્રદેશની 9 બેઠક પર મતદાન થશે...
મહારાષ્ટ્રની 11 બેઠક પર મતદાન થશે...
ઉત્તર પ્રદેશની 10 બેઠક પર મતદાન થશે...
પશ્વિમ બંગાળની 4 બેઠક પર મતદાન થશે....
દાદરા નગર હવેલીની 2 બેઠક પર મતદાન થશે...
જમ્મુ અને કાશ્મીરની 1 બેઠક પર મતદાન થશે...


ત્રીજા તબક્કામાં મુખ્ય ઉમેદવારો પર નજર કરીએ તો....


ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણીના મેદાનમાં છે...


કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા મધ્ય પ્રદેશની ગુના બેઠક પરથી લડી રહ્યા છે....


મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ વિદિશાથી ચૂંટણી લડી રહ્યા છે....


મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહ રાજગઢથી મેદાનમાં છે...


મહારાષ્ટ્રની બારામતી બેઠક પર શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે મેદાનમાં છે...


મહારાષ્ટ્રની બારામતી બેઠક પર અજીત પવારના પત્ની સુનેત્રા પવાર લડી રહ્યા છે...


ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવના પત્ની ડિમ્પલ યાદવ મૈનપુરીથી લડી રહ્યા છે....


કર્ણાટકની હાવેરી બેઠક પરથી કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બમ્મઈ ચૂંટણી મેદાનમાં છે....


AIUDFના બદરુદ્દીન અજમલ ધુબરી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.... 


ગોવાની દક્ષિણ ગોવા બેઠક પરથી ભાજપના પલ્લવી શ્રીનિવાસ ડેમ્પો ચૂંટણી મેદાનમાં છે... 


2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાની 95 બેઠકમાંથી ભાજપને 72 બેઠક મળી હતી... જ્યારે કોંગ્રેસ માત્ર 4 બેઠક જીતી શકી હતી... અન્ય પક્ષોને 9 બેઠક મળી હતી.... આ વખતે કોંગ્રેસને કર્ણાટકથી લઈને મહારાષ્ટ્ર અને ગુજરાતથી રાજસ્થાન સુધી પોતાની બેઠક વધવાની આશા છે... ત્યારે એ જોવાનું રહેશે કે આ વખતે ત્રીજા તબક્કામાં કોનું પલડું ભારે રહે છે...