Janmashtami 2022: જન્માષ્ટમીનો તહેવાર ભગવાન કૃષ્ણના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. આ વખતે જન્માષ્ટમી 19 ઓગસ્ટ 2022 એટલે કે શુક્રવારના દિવસે છે. જન્માષ્ટમીના દિવસે લોકો મંદિરમાં પૂજા માટે જાય છે. ઉપવાસ રાખે છે અને દહી હાંડીનો વિશેષ ઉત્સવ ઉજવીને જન્માષ્ટમીના પાવન તહેવારનો આનંદ ઉઠાવે છે. ભારતના અલગ-અલગ ભાગમાં જન્માષ્ટમીના પર્વની અત્યંત ધામધૂમથી અને અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. જન્માષ્ટમીના પ્રસંગે ક્યાંક કૃષ્ણ લીલાનું આયોજન કરવામાં આવે છે તો ક્યાં દહી હાંડીના આયોજનની ધૂમ જોવા મળે છે. ક્યાંક જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપની વિશેષ પૂજા કરવામાં આવે છે. અને ભંડારાનું આયોજન પણ કરવામાં આવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતના વિવિધ ભાગમાં કઈ રીતે કરાય છે જન્માષ્ટમીની ઉજવણી:


1. ઉડુપી:
ઉડુપી કર્ણાટકમાં આવેલું છે. ઉડુપીમાં રહેલ શ્રી કૃષ્ણ મઠ ભગવાન કૃષ્ણને સમર્પિત છે. અહીંયા ભગવાન કૃષ્ણના બાળરૂપને અત્યંત ખૂબસૂરત રીતે સજાવવામાં આવે છે. જન્માષ્ટમીના પાવન તહેવારે અહીંયા ભગવાન કૃષ્ણની બાળ લીલાઓનું પ્રદર્શન કરવામાં આવે છે.


2. વૃંદાવન અને મથુરા:
વૃંદાવન અને મથુરા ભગવાન કૃષ્ણની બાળ લીલાઓનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. અહીંયા ભગવાન બાળ કૃષ્ણની બાળ લીલાઓની ઝાંખી કાઢવામાં આવે છે. વિવિધ મંદિરોને ફૂલોથી સજાવવામાં આવે છે. તો વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે દેશ-વિદેશના અનેક પ્રવાસીઓ અને ભક્તો આવે છે.


3. દ્વારકા:
દ્વારકાને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે. દ્વારકા નગરીને ભગવાન કૃષ્ણે જ વસાવી હતી. આથી તેમને દ્વારિકાધીશ પણ કહેવામાં આવે છે. જન્માષ્ટમીના પ્રસંગે દ્વારકાના મંદિરોને ફૂલોથી સજાવવામાં આવે છે. ભગવાન કૃષ્ણની પ્રતિમાઓ પર સ્વર્ણ આભૂષિત અર્પણ કરવામાં આવે છે. જન્માષ્ટમીના પ્રસંગે આખા ગુજરાતની મહિલાઓ ઉપવાસ રાખે છે. સોસાયટીઓ અને મંદિરોમાં ખાસ ઉજવણીની તૈયારીઓ કરવામાં આવે છે. રાત્રે 12 વાગે કૃષ્ણ જન્મોત્સવ કરાવવામાં આવે છે અને દહીં હાંડી ફોડીને તહેવારની ઉજવણી કરે છે.


4. મહારાષ્ટ્ર:
મહારાષ્ટ્રમાં ગોકુલાષ્ટમી સેલિબ્રેટ કરવાની અલગ શૈલી છે. અહીંયા રસ્તા પર ગીતો વગાડીને મટકીમાં દહીં, છાશ, માખણ ભરીને દહીં હાંડીનો તહેવાર ઉજવવામાં આવે છે. અહીંયા ઉજવવામાં આવતી ગોકુલાષ્ટમીનો તહેવાર કૃષ્ણને દહીં, છાશ પ્રત્યેના પ્રેમને દર્શાવે છે.