હૈદરાબાદઃ અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ખરીદી અંગે કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ બુધવારે જણાવ્યું કે, કોંગ્રેસની યુપીએ સરકારે ઓગસ્તા વેસ્ટલેન્ડ કંપની સામે તપાસ કરી હતી. સરકારે કંપનીને બ્લેકલિસ્ટેડ કરવાની સાથે જ કંપની પાસેથી નાણા પણ વસુલ્યા હતા. સુરજેવાલાએ વર્તમાન સરકાર પર આરોપ લગાવતા જણાવ્યું કે, મોદી જ્યારે વડા પ્રધાન બન્યા ત્યારે તેમણે કંપનીને સંરક્ષણ આપ્યું અને કંપનીને ફાયદો પહોંચાડ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટિશ નાગરિક ક્રિશ્ચન જેમ્સ મિશેલ હતો વચેટિયો
ઉલ્લેખનીય છે કે, યુપીએ શાસનકાળ દરમિયાન રૂ. 3600 કરોડની કિંમતના 12 અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરની ખરીદીના કૌભાંડમાં વચેટિયાની ભૂમિકા ભજવનારા બ્રિટિશ નાગરિક ક્રિશ્ચન જેમ્સ મિશેલ (57)ને મંગળવારે મોડી રાત્રે દુબઈથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. મિશેલને બુધવારે સીબીઆઈની વિશેષ અદાલતમાં રજૂ કરાયો હતો જ્યાં તેને 5 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી અપાયો હતો. 


વિશેષ કોર્ટમાં સુનાવણી દરમિયાન CBIના વકીલે દલીલ કરી હતી કે, "આ કેસમાં હજુ તપાસ ચાલુ છે. અમે આ કેસમાં તેમની કસ્ટડી માગીએ છીએ, કેમ કે દુબઈ આધારિત બે એકાઉન્ટમાં નાણા ટ્રાન્સફર કરાયા હતા."


સામે પક્ષે મિશેલ દ્વારા પણ જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. CBIની વિશેષ અદાલતે તેની અરજીને આગામી સુનાવણી પર પડતી રાખીને 5 દિવસી CBI કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જોકે, સીબીઆઈની અદાલતે તેના વકીલને સવારે એક કલાક અને સાંજે એક કલાક મુલાકાત કરવા માટે મંજૂરી આપી છે. 


VVIP હેલિકોપ્ટર કૌભાંડઃ વચેટિયા મિશેલના વકીલે કોંગ્રેસ મહાસચિવની કરી મુલાકાત 


કોણ છે ક્રિશ્ચન મિશેલ
સીબીઆઈના અનુસાર મિશેલ અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર્સનો 'ઐતિહાસિક સલાહકાર' છે, જેને હેલિકોપ્ટર, સૈનિક થાણાઓ અને પાઈલટોની ટેક્નીકલ સંચાલનની માહિતી હતી. મિશેલ 1980ના દાયકાથી જ કંપની સાથે કામ કરતો હતો. આ અગાઉ તેના પિતા પણ ભારતીય ક્ષેત્રની કંપનીના સલાહકાર રહી ચૂક્યા છે. 


એજન્સીએ જણાવ્યું કે, કથિત રીતે તે વારંવાર ભારત આવતો રહેતો હતો અને ભારતીય વાયુસેના તથા સંરક્ષણ મંત્રાલયમાં નિવૃત્ત તથા વર્તમાન અધિકારીઓ સહિત વિવિધ સ્તરનાં સૂત્રોના એક મોટા નેટવર્ક દ્વારા સંરક્ષણ ક્ષેત્રની ખરીદીમાં વચેટિયાની ભૂમિકા ભજવતો હતો. 


હવે હું જોઉ છું જામીન પર જેલની બહાર રહેલ માં-પુત્રને કોણ બચાવે છે: PM મોદી


સીબીઆઈના જણાવ્યા અનુસાર, હેલિકોપ્ટર ગોટાળામાં અગસ્તા વેસ્ટલેન્ડને કોન્ટ્રાક્ટ અપાવામાં અને ભારતીય અધિકારીઓને ગેરકાયદે રીતે કમિશન કે લાંચ ચૂકવવામાં વચેટિયા તરીકેની મિશેલની ભૂમિકા 2012માં બહાર આવી હતી. 


નવી દિલ્હીના પટિયાલા હાઉસમાં સીબીઆઈની બાબતોનાં નિષ્ણાત ન્યાયાધિશે 24 ડિસેમ્બર, 2015ની તારીખે બિનજામીનપાત્ર વોરન્ટ બહાર પાડ્યું હતું. ત્યાર બાદ તે ફરાર થઈ ગયો હતો અને તપાસમાં ભાગ લેવાથી ભાગતો ફરતો હતો. તેની સામે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. સીબીઆઈના અનુસાર આ વોરન્ટના આધારે ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ બહાર પાડી હતી. ત્યાર બાદ તેને ફેબ્રુઆરી, 2017માં દુબઈ એરપોર્ટ પર પકડી પાડવામાં આવ્યો હતો અને ત્યારથી તે દુબઈ સરકાર પાસે હતો. 


અગસ્તા વેસ્ટલેન્ડ સોદાના 'વચેટિયા' મિશેલને 5 દિવસની CBI કસ્ટડીમાં મોકલાયો


મિશેલ દુબઈમાં તેની ધરપકડ બાદ જેલમાં હતો અને તેને યુએઈમાં કાયદાકિય અને ન્યાયિક કાર્યવાહી ચાલુ રહે ત્યાં સુધી કસ્ટડિમાં મોકલી દેવાયો હતો. દુબઈની કોર્ટ ઓફ કેસેશને મિશેલના વકીલ તરફથી દાખલ કરવામાં આવેલી બે વાંધા અરજીઓને ફગાવી દીધી હતી અને ભારતના અધિકારીઓ સાથે તેના પ્રત્યાર્પણ અંગેની સંભાવના પર નીચલી અદાલતના આદેશને યથાવત રાખ્યો હતો.