OMG...ભારતનું એક નામ 325 અબજ રૂપિયામાં વેચાયું, વિગતો જાણી ચક્કર ખાઈ જશો
અંગ્રેજીમાં એક કહેવત છે કે વોટ ઈઝ ઈન અ નેમ? એટલે કે નામમાં શું રાખ્યું છે? પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના એક નામની એટલી કિંમત હતી કે તે દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટે 325 અબજ રૂપિયામાં ખરીદ્યુ છે.
નવી દિલ્હી: અંગ્રેજીમાં એક કહેવત છે કે વોટ ઈઝ ઈન અ નેમ? એટલે કે નામમાં શું રાખ્યું છે? પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ભારતના એક નામની એટલી કિંમત હતી કે તે દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટે 325 અબજ રૂપિયામાં ખરીદ્યુ છે. આ નામ છે 'ફ્લિપકાર્ટ' (Flipkart) ફ્લિપકાર્ટ ભારતની સૌથી મોટી રિટેલ કંપની છે અને વોલમાર્ટે હાલમાં જ તેને ટેક ઓવર કરી છે.
વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ વચ્ચે થયેલી ડીલની કુલ કિંમત 1106 અબજ રૂપિયા હતી. ટેક્નોલોજી અને સ્ટાર્ટ અપ ન્યૂઝ પોર્ટલ ઈંક 42એ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે વોલમાર્ટે પોતાની વાર્ષિક 10-K ફાઈલિંગમાં જણાવ્યું છે કે આ ડીલમાં ફ્લિપકાર્ટનું નામ ખરીદવા માટે 325 અબજ રૂપિયા ચૂકવવામાં આવ્યાં છે. 10-K ફાઈલિંગ અમેરિકામાં રજિસ્ટર્ડ તમામ કંપનીઓ માટે અનિવાર્ય છે.
આ ફાઈલિંગ મુજબ ફ્લિપકાર્ટ અને તે સંબંધિત તમામ બ્રાન્ડ નામને ખરીદવા માટે આ કિંમત ચૂકવવામાં આવી છે. આ રીતે વોલમાર્ટે ફ્લિપકાર્ટને ફક્ત નામ ખરીદવા માટે આટલી મોટી રકમ ચૂકવી છે. તેનો અર્થ એ થયો કે ફ્લિપકાર્ટની કુલ વેલ્યુના 30% ફક્ત તેના નામમાં છે.
જુઓ LIVE TV