ઘરે બેઠાં Online ઇનકમ માટે આ છે બેસ્ટ ઓપ્શન્સ, જરૂરથી કરો Try
જો તમે ઓનલાઇન ફ્રીલાન્સ (Online Freelance), પાર્ટ ટાઇમ જોબ (Part Time Jobs) વગેરેની શોધ કરી રહ્યાં છો, તો તે ઘણુ સરળ છે. ઘણી એવી સારી દેશી-વિદેશી વેબસાઈટ (Websites) છે, જ્યાં ઓનલાઇન અર્નિંગ (Online Earning)ના વિકલ્પને શોધી શકાય છે
નવી દિલ્હી: જો તમે ઓનલાઇન ફ્રીલાન્સ (Online Freelance), પાર્ટ ટાઇમ જોબ (Part Time Jobs) વગેરેની શોધ કરી રહ્યાં છો, તો તે ઘણુ સરળ છે. ઘણી એવી સારી દેશી-વિદેશી વેબસાઈટ (Websites) છે, જ્યાં ઓનલાઇન અર્નિંગ (Online Earning)ના વિકલ્પને શોધી શકાય છે. રેગ્યુલર જોબ કરવાની સાથે કંઇક એકસ્ટ્રા અર્નિંગ (Extra Earning) કરવા ઇચ્છો છો, તો પછી તમારે આ વેબસાઈટની જરૂર મદદ લેવી જોઇએ. આ સ્કિલ્ડ પ્રોફેશનલ્સ (Skilled Professionals) માટે કામની અછત નથી...
આ પણ વાંચો:- NEET UG Result 2020: એનટીએ જાહેર કર્યા નીટના પરિણામ, ntaneet.nic.in પર કરો ચેક
ગુરૂ (Guru)
Extra Earning માટે ઓનલાઇન ફ્રીલાન્સ જોબ કરવા ઇચ્છો છો. તો આ તમારા માટે પરફેક્ટ વેબસાઇટ બની શકે છે. આ પ્લેટફોર્મ એક્સપર્ટ ફ્રીલાન્સર્સ (Expert Freelancers)ને હાયર કરે છે. વિભિન્ન ફીલ્ડથી જોડાયેલી 30 લાખથી વધારે એક્સપર્ટ તેની સાથે જોડાયેલા છે. અહીં વર્ક પોઝિશન, કેટેગરી, બજેટ, લોકેશન વગેરેના આધાર પર જોબ્સ (Jobs)ને શોધી શકે છે. તમને જણાવી દઇએ કે, અહીં પર રાઇટિંગ એન્ડ ટ્રાન્સલેશન (Writing & Translation), વેબ એન્ડ સોફ્ટવેર ડેવલપમેન્ટ, સેલ્સ એન્ડ માર્કેટિંગ (Sales And Marketing), એન્જિનિયરિંગ, લીગલ એન્ડ ફાઇનાન્સ, ડિઝાઇન એન્ડ મલ્ટી મીડિયા વગેરે સાથે જોડાયેલી ફ્રીલાન્સ અને પાર્ટટાઇમ જોબ્સ (part time jobs)ને શોધી શકશો.
આ પણ વાંચો:- EPFOમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટરના પદ માટે બંપર વેકેન્સી, જદલીથી કરો અરજી
નવી જોબથી સંબંધિત જાણકારી તમને હોમ પેજ પર મળી જશે. સાથે જ અહીં પર લોકેશનમાં ઇન્ડિયા ફ્રીલાન્સર, બેંગલુરૂ ફ્રીલાન્સર્સ ચેન્નાઈ ફ્રીલાન્સર્સ, હૈદરાબાદ ફ્રીલાન્સર્સ, દિલ્હી ફ્રીલાન્સર્સ વગેરેના ઓપ્શન પણ જોવા મળશે. જેથી તમેને લોકેશનના આધાર પર જોબ સર્ચ (job search) કરવામાં મદદ મળશે. અહીં પર પેમેનેટ કલાક અથવા ટાસ્કના આધારે કરવામાં આવે છે. જોબ મેળવવા માટે અહીં પર તમારે તમારી પ્રોફાઇલ બનાવવાની રહેશે.
https://www.guru.com
આ પણ વાંચો:- એક લાખ લોકોને રોજગારી આપશે Amazon, આ પદ માટે કરાશે ભરતી
આઉટસોર્સલી
આ પ્લેટપોર્મ પણ તમને પાર્ટટાઇમ અને ફ્રીલાન્સ જોબ્સ શોધવામાં મદદ કરી શકે છે. જો તમારે ડિઝાઇન એન્ડ મલ્ટીમીડિયા, વેબ ડેવલપમેન્ટ (Web Development), મોબાઇલ એપ્લિકેશન (Mobile Application), રાઇટિંગ એન્ડ કંન્ટેન્ટ વગેરેમાં સારો અનુભવ છે, તો અહીંથી ફ્રીલાન્સ અને પાર્ટટાઇમ જોબ મેળવી શકો છે. આ પ્લેટફોર્મ જોબ સીકર્સ (Job Seekers)ને ક્લાઇન્ટ અથવા પછી કંપનીથી ભેગા કરવાનું કામ કરે છે. જો જોબ સીકર્સ અથવા ફ્રીલાન્સરને લાગે છે કે, તેમને ફુલ ટાઇમ જોબની જરૂરીયાત છે, તો તે પણ તપાસ કરી શકે છે.
આ પણ વાંચો:- ચીની કોલેજોમાં અભ્યાસ કરી રહેલા ભારતીય વિદ્યાર્થી માટે કામના સમાચાર, ચીને આપ્યા આ નિર્દેશ
ખાસવાત એ છે કે, રિક્રૂટર દ્વારા ફ્રીલાન્સરને હાયર કરવા પર પણ કોઇ કમીશન લેતા નથી. રિક્રૂટર સીધા ફ્રીલાન્સર્સ (Freelancers)ને પે કરે છે. ફ્રીલાન્સર રિક્રૂટરની સાથે વીડિયો ચેટ (video chat) અથવા મેસેજ દ્વારા પણ વાતચીત કરી શકે છે. તેના માટે તમારે અહીં સાઇન-અપ કર્યા બાદ તમારી પ્રોફાઇલ તૈયાર કરવાની રહેશે.
www.outsourcely.com
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube