વક્ફ સંશોધન અધિનિયમ પર સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી)ની સોમવારે બેઠક થઈ. આ બેઠકમાં 44 સંશોધનો પર ચર્ચા કરાઈ. ભાજપના નેતૃત્વમાં એનડીએ સાંસદોના સંશોધનોને સ્વીકારી લેવાયા. જ્યારે વિપક્ષના સંશોધનોને ફગાવી દેવામાં આવ્યાં. સંસદીય સમિતિનું નેતૃત્વ કરી રહેલા ભાજપ સાંસદ જગદંબિકા પાલે કહ્યું કે એનડીએ સાંસદો તરફથી રજૂ કરાયેલા 14 સંશોધનોને સ્વીકારી લેવાયા જ્યારે વિપક્ષ તરફથી રજૂ કરાયેલા તમામ સંશોધનો ફગાવાયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમિતિ તરફથી પ્રસ્તાવિત એક પ્રમુખ સંશોધન એ હતું કે 'વક્ફ બાય યૂઝર' ના આધાર પર હાલની વક્ફ સંપત્તિઓ પર સવાલ ઉઠાવી શકાય નહીં. સમિતિની આજે થયેલી બેઠકમાં જે મતદાન થયું તેમાં સત્તાધારી સરકાર તરફથી સંશોધનોના પક્ષમાં 16 સાંસદોએ મતદાન કર્યું જ્યારે વિપક્ષના 10 સભ્યોએ તેના વિરોધમાં મતદાન કર્યું. વિપક્ષના સંશોધનોમાં વિપક્ષને બિલના 44 ક્લોઝને લઈને આપત્તિ હતી પરંતુ તેને ફગાવી દેવાઈ. અત્રે જણાવવાનું કે જેપીસીનું કહેવું છે કે તેનો ડ્રાફ્ટ રિપોર્ટ 28 જાન્યુઆરીએ સર્ક્યુલેટ કરવામાં આવશે. જ્યારે 29 જાન્યુઆરીએ અધિકૃત રીતે એડોપ્ટ કરવામાં આવશે. 



આ બેઠક બાદ ટીએમસીના સાંસદ કલ્યાણ બેનર્જીએ કહ્યું કે આજે તેમણએ એ જ કર્યું જે તેમણે નક્કી કર્યું હતું. તેમણે અમને બોલવા સુદ્ધાનો સમય ન આપ્યો. કોઈ પણ પ્રકારના નિયમ કે પ્રક્રિયાનું પાલન કરવામાં ન આવ્યું. 


બિલ પર હતો વિવાદ
નોંધનીય છે કે 8 ઓગસ્ટના રોજ વક્ફ સંશોધન બિલ લોકસભામાં રજૂ થયાના તરત  બાદ આ સમિતિની રચના કરવામાં આવી હતી. વિપક્ષી દળોએ આ બિલમાં પ્રસ્તાવિત સંશોધનને મુસ્લિમ સમુદાયના ધાર્મિક અધિકારોનો ભંગ ગણાવતા આકરી આલોચના કરી હતી. જ્યારે સત્તાધારી ભાજપનું કહેવું છે કે આ સંશોધન વક્ફબોર્ડની કાર્યપદ્ધતિમાં પારદર્શકતા લાવશે અને તેમને જવાબદાર બનાવશે.