યુદ્ધના ભણકારા!! ગુજરાત સહિત દેશની તમામ સરહદો પર સેનાએ પોઝિશન મજબૂત કરી
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને કરેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન પણ ચૂપ બેસ્યું નથી. આજે પાકિસ્તાનના વિમાનોએ ભારતીય સીમામાં પ્રવેશ કર્યા હતા, જેમાંથી એકને ભારતીય વાયુસેનાએ ઉડાવ્યું છે. ત્યારે હાલ કાશ્મીરમાં સૈનિક વાહનોની ગડગડ અને હલચલ સંકેત આપી રહી છે કે, આ વિસ્તારમાં ખતરાની શક્યતા છે. આ ખતરો પાકિસ્તાન તરફથી અનુભવાઈ રહ્યો છે. કેમ કે, આ સેક્ટર ભારતીય સેના માટે મહત્વૂપૂર્ણ જ નહિ, પરંતુ નાજુક પણ માનવામાં આવે છે. જ્યાં 1965 તથા 1971ના યુદ્ધોમાં ભારતીય સેના માટે પાકિસ્તાની સેનાએ સમસ્યાઓ પેદા કરી હતી.
નવી દિલ્હી : ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને કરેલી એર સ્ટ્રાઈક બાદ પાકિસ્તાન પણ ચૂપ બેસ્યું નથી. આજે પાકિસ્તાનના વિમાનોએ ભારતીય સીમામાં પ્રવેશ કર્યા હતા, જેમાંથી એકને ભારતીય વાયુસેનાએ ઉડાવ્યું છે. ત્યારે હાલ કાશ્મીરમાં સૈનિક વાહનોની ગડગડ અને હલચલ સંકેત આપી રહી છે કે, આ વિસ્તારમાં ખતરાની શક્યતા છે. આ ખતરો પાકિસ્તાન તરફથી અનુભવાઈ રહ્યો છે. કેમ કે, આ સેક્ટર ભારતીય સેના માટે મહત્વૂપૂર્ણ જ નહિ, પરંતુ નાજુક પણ માનવામાં આવે છે. જ્યાં 1965 તથા 1971ના યુદ્ધોમાં ભારતીય સેના માટે પાકિસ્તાની સેનાએ સમસ્યાઓ પેદા કરી હતી.
બોર્ડર પર તૈયાર રહેવાની DGsની કડક સૂચના
ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના તમામ સેક્ટરમાં, પહાડો તથા નદીનાળા પાસે રક્ષાત્મક તૈયારીઓ કરી દીધી છે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કેમ કે, પાકિસ્તાની સેનાએ સીમાની અનેક ચોકીઓ પર આક્રમક હુમલાઓ શરૂ કર્યા છે. જોકે, હાલ તો ભારતીય સેના પાકિસ્તાનને દરેક મોરચે જડબાતોડ જવાબ આપી રહી છે. હાલ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે. બીજી તરફ, નેશનલ સિક્યોરીટી એડવાઈઝરે PMને માહિતી આપી છે. દરેક પેરામિલિટ્રી DGs અને સિક્યોરીટી સાથે મીટિંગ કરાઈ છે. હોમ મિનિસ્ટર રાજનાથ સિંહે બોર્ડરની માહિતી આપી છે. તો બોર્ડર પર તૈયાર રહેવાની DGsની કડક સૂચના આપી દેવાઈ છે.
ગુજરાતની સરહદો પર ચાંપતી નજર
વાયુસેનાના હુમલા પર ગુજરાતના સીમાવર્તી બોર્ડર એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાતની ત્રણેય સુરક્ષા પાંખોને ખડેપગે રહેવાનું કહી દેવાયું છે. ગુજરાત જ્ય પોલીસ વડાએ પાકિસ્તાન પર એરફોર્સની કાર્યવાહીને પગલે પોલીસ દળના તમામ એકમોને હાઇ એલર્ટ પર મૂક્યા છે. તો આ સ્ટ્રાઈકને પગલે પોલીસ ભવનમાં યોજાનાર કોન્ફરન્સ પણ રદ કરવામાં આવી છે. રાજ્યની સરહદી બોર્ડર પર ચુસ્ત બંદોબસ્તનો હુકમ છોડાયો છે. રાજ્ય બહારથી આવતા વાહનોની તપાસ તેજ કરવામાં આવી છે. હવાઈ હુમલા બાદ રાજ્યની તમામ સરહદો સીલ કરવામાં આવી છે. જેમાં શામળાજી-રતનપુર બોર્ડર પર પણ પોલીસ કાફલો તૈનાત કરાયો છે. તો બીજી તરફ, કચ્છ સરહદ પણ હાઈ એલર્ટ પર મૂકાઈ છે. સરહદ પર ગમે તે પરિસ્થિતને પહોંચી વળવા માટે સેનાને ખડેપગે કરાઈ છે. આ માટે ટેન્કનો કાફલો પણ સરહદ પર પહોંચી ગયો છે. કચ્છમાં સૈન્યની મુવમેન્ટ વધી ગઈ છે. કચ્છના સરહદી કોસ્ટલ વિસ્તારોમાં પણ સઘન તપાસ શરૂ કરાઈ છે. તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં આરોગ્ય ખાતા પર પણ દવાઓનો પૂરતો જથ્થો રાખવાની અને હેલ્થ ઓફિસરોને રજા પર ન ઉતરવાની સૂચના તકેદારીના ભાગ રૂપે આપી દેવાઈ છે.
જે રીતે પાકિસ્તાન અવળચંડાઈ કરી રહ્યું છે, તે જોતા ભારતીય સેના અને જવાનો એલર્ટ પર છે. ભારતીય સેનાના જવાનોની તાકાત, હિંમત તથા બહાદુરી પર લેશમાત્ર શંકા નથી, તેમ છતાં રક્ષાત્મક તૈયારીઓમાં લાગેલી સેના માટે આ ક્ષેત્ર બહુ જ નાજુક છે. નાજુક હોવાના કારણોમાં એક કારણ એ છે કે, વારંવાર પોતાનો રસ્તો બદલનારી મનવર તવી નદી, રાજૌરીમાંથી નીકળીને પાકિસ્તાનની તરફ આ સેક્ટરમાં ઘૂસે છે. તો કાલીધાર પર્વતમાળાના જે પહાડો છે, તે ભારતીય સેના માટે હંમેશા ઘાતક સાબિત થયા છે. કેમ કે, પાકિસ્તાની સેનાએ ભારત-પાકિસ્તાન યુદ્ધમાં આ ઉંચાઈવાળા શિખરો પર કબજો કર્યો હતો.