નવી દિલ્હીઃ ગણતંત્ર દિવસ (Republic Day) ના દિવસે કિસાનોની ટ્રેક્ટર પરેડ  (Tractor Parade) દરમિયાન લાલ કિલ્લા (Red Fort) પર જે થયું તે દુનિયાએ જોયું હતું. લાલ કિલ્લા પર થયેલી હિંસા કોઈ અચાનક થયેલી ઘટના નથી, પરંતુ તેની પટકથા પહેલા લખવામાં આવી હતી. તેના પૂરાવા હવે ક્રાઇમ બ્રાંચને મળવા લાગ્યા છે. મહત્વનું છે કે આ હિંસાના મુખ્ય આરોપી દીપ સિદ્ધૂ (Deep Sidhu) 7 દિવસના પોલીસ રિમાન્ડમાં છે. બુધવારે પહેલા પણ તેની પૂછપરછ કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે ઘણા કલાક સુધી દીપની પૂછપરછ કરી જેમાં તેણે ઘણા ખુલાસા કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પોલીસના મોટા અધિકારીઓએ કરી પૂછપરછ
હિંસાનું પ્લાનિંગને ડિકોડ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર બીકે સિંહ અને ડીસીપી મોનિકા ભારદ્વાજ ખુબ પૂછપરછમાં સામેલ થયા. આ સિવાય કોઈ મોટા ષડયંત્રની સંભાવનાને દ્યાનમાં રાખતા આઈબીના અધિકારી પણ દીપ સિદ્ધૂની પૂછપરછ કરવા માટે પહોંચ્યા હતા. 


આ પણ વાંચો- ટ્વિટરની આનાકાની પર કડક કાર્યવાહીની તૈયારી, સરકારની સ્પષ્ટ વાત- કરવું પડશે કાયદાનું પાલન 


26 જાન્યુઆરીનો હિસાબ લઈ રહી છે પોલીસ
ક્રાઇમ બ્રાન્ચના સૂત્રો પ્રમાણે પોલીસ હજુ માત્ર દીપ સિદ્ધૂ (Deep Sidhu) પાસે 26 જાન્યુઆરીનો હિસાબ લઈ રહી છે કે 26 જાન્યુઆરીના દિવસે કોને-કોને મળ્યો અને ક્યાં-ક્યાં ગયો હતો. સૂત્રો પ્રમાણે પૂછપરછમાં દીપ સિદ્ધૂએ જણાવ્યુ કે, 25 તારીખે તે સિંધુ બોર્ડરની પાસે કોઈ જગ્યાએ રોકાયો હતો. 26 જાન્યુઆરીએ તે સવારે સિંધુ બોર્ડર આવ્યો, ત્યાંથી આશરે 11 કલાકે પોતાના ત્રણ સાથીઓની સાથે લાલ કિલ્લા પહોંચ્યો હતો. તેની સાથે તેના ત્રણ સાથી કોણ હતા પોલીસ તેની જાણકારી મેળવી રહી હતી. 


તો આ માટે છુપાયો હતો દીપ સિદ્ધૂ
દીપે પોલીસને જણાવ્યું કે, તે ગાડીમાં સવાર થીને અલગ-અલગ રસ્તાથી લાલ કિલ્લા પહોંચ્યો હતો અને ત્યાં પહોંચ્યા બાદ ફેસબુક લાઇવ કરવા લાગ્યો. પરંતુ પૂછપરછ દરમિયાન તે જણાવી ન શક્યો કે આખરે લાલ કિલ્લા પર તે શું કરવા ગયો હતો. ત્યારબાદ તે પરત સિંધુ બોર્ડર ગયો હતો. પરંતુ ત્યાં દીપ સિદ્ધૂને લઈને બે જૂથ બની ગયા હતા. દીપ સિદ્ધૂને લાગ્યું કે તેની સાથે ખોટુ થઈ શકે છે જેથી તે ત્યાંથી નિકળી હરિયાણા અને પંજાબમાં છુપાયો હતો. 


આ પણ વાંચોઃ Kisan Andolan: લોકસભામાં PMના સંબોધન બાદ કિસાન નેતાઓએ કરી મોટી જાહેરાત  


પહેલા થઈ ચુક્યું હતું હિંસાનું પ્લાનિંગ?
દીપ સિદ્ધૂએ પોલીસને જણાવ્યુ કે, તેને માહિતી મળી કે બધા લોકો આવી રહ્યા છે તેથી તે પણ ત્યાં ગયો. તેણે લાલ કિલ્લા જવાના સવાલ પર પોલીસને જણાવ્યું કે, તેની પાસે સતત ફોન આવી રહ્યાં હતા કે લાલ કિલ્લા જવાનું છે, તેથી તે ત્યાં ગયો. લાલ કિલ્લાની હિંસાના આરોપીના આ નિવેદનના આધાર પર અને ઇકબાલ સિંહની ધરપકડ બાદ થયેલી શરૂાતી પૂછપરછમાં ક્રાઇમ બ્રાન્ચને તે લાગવા લાગ્યું છે કે 26 જાન્યુઆરીએ થયેલી હિંસાની પટકથા પહેલા રચવામાં આવી હતી. 



લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube