Waseem Rizvi: વસીમ રિઝવીની કઈ વાત પર યુપીમાં મચ્યો છે આટલો બધો હોબાળો? ખાસ જાણો
શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી (Waseem Rizvi) એ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેમાં તેમણે માગણી કરી છે કે કુરાનમાંથી 26 આયાતોને હટાવવામાં આવે. આવામાં વસીમ રિઝવી વિરુદ્ધ મુસલમાનોમાં ખુબ આક્રોશ છે. આ બાજુ શિયા અને સુન્ની ધર્મગુરુઓએ કરોડો મુસલમાનોની ધાર્મિક લાગણી સાથે રમત રમવાનો આરોપ લગાવીને વસીમ રિઝવી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. આવો જાણીએ કોણ છે આ વસીમ રિઝવી, તેમના વિવાદિત નિવેદનો વિશે....
લખનઉ: શિયા વક્ફ બોર્ડના પૂર્વ ચેરમેન વસીમ રિઝવી (Waseem Rizvi) એ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. જેમાં તેમણે માગણી કરી છે કે કુરાનમાંથી 26 આયાતોને હટાવવામાં આવે. આવામાં વસીમ રિઝવી વિરુદ્ધ મુસલમાનોમાં ખુબ આક્રોશ છે. આ બાજુ શિયા અને સુન્ની ધર્મગુરુઓએ કરોડો મુસલમાનોની ધાર્મિક લાગણી સાથે રમત રમવાનો આરોપ લગાવીને વસીમ રિઝવી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. આવો જાણીએ કોણ છે આ વસીમ રિઝવી, તેમના વિવાદિત નિવેદનો વિશે....
ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ની રાજધાની લખનઉમાં જન્મેલા વસીમ રિઝવી (Waseem Rizvi) પોતે એક શિયા મુસ્લિમ છે. રિઝવી એક સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમના પિતા રેલવે કર્મચારી હતા. રિઝવી જ્યારે 6ઠ્ઠા ધોરણમાં ભણતા હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયું. ત્યારબાદ રિઝવી અને તેમના ભાઈ બહેનોની જવાબદારી માતા પર આવી ગઈ. રિઝવી બધા ભાઈ બહેનોમાં સૌથી મોટા હતા.
વસીમ રિઝવીએ નગર નિગમ ચૂંટણી લડવાનો નિર્ણય લીધો. અહીંથી તેમની રાજકીય કારકિર્દી શરૂ થઈ. ત્યારબાદ તેઓ વક્ફ બોર્ડના સભ્ય બન્યા અને ત્યારબાદ ચેરમેનના પદ સુધી પહોંચ્યા. જો કે રિઝવી હંમેશા તેમના નિવેદનોને લઈને ચર્ચામાં રહ્યા.
રિઝવી (Waseem Rizvi) ના કેટલાક વિવાદિત નિવેદનો...
- દેશની નવ વિવાદિત મસ્જિદો હિન્દુઓને સોંપે મુસલમાનો.
- હિન્દુસ્તાનની ધરતી પર કલંક જેવું છે બાબરી માળખું.
- ચાંદ તારાવાળો લીલો ઝંડો ઈસ્લામનો ધાર્મિક ઝંડો નથી, પાકિસ્તાન મુસ્લિમ લીગ સાથે મળતો આવે છે.
- પયગંબર મોહમ્મદ સાહેબ પોતાના કારવામાં સફેદ કે કાળા રંગના ઝંડાનો ઉપયોગ કરતા હતા.
- ઈસ્લામી મદરેસાઓને બંધ કરી દેવી જોઈએ કારણ કે તે આતંકવાદને પ્રોત્સાહન આપે છે.
- અનેક મદરેસાઓમાં આતંકી ટ્રેનિંગ અપાય છે. આધુનિક શિક્ષણ અપાતું નથી.
- જાનવરોની જેમ બાળકો પેદા કરવાથી દેશને નુકસાન.
કુરાનની 26 આયાતો હટાવવાની કરી છે માગણી
વસીમ રિઝવીએ કુરાનની 26 આયાતોને હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. પોતાની અરજીમાં વસીમ રિઝવીએ કહ્યું કે કુરાનની આ આયાતોથી આતંકવાદને પ્રોત્સાહન મળે છે. વસીમ રિઝવીનું કહેવું છે કે મદરેસામાં બાળકોને કુરાનની આ આયાતો ભણાવવામાં આવે છે જેનાથી તેઓ કટ્ટરપંથ તરફ ઢળી રહ્યા છે.
West Bengal Election 2021: જબરદસ્ત વળાંક, શું મમતા બેનર્જીની ઉમેદવારી રદ થશે? જાણો શું છે મામલો
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube