કન્નોજ : સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની પત્ની ડિમ્પલનાં ચૂંટણી ક્ષેત્ર કન્નોજમાં ગુરૂવારે એક આખલાએ ભારે હોબાળો મચાવ્યો હતો. જેના કારણે અખિલેશ યાદવ અને માયાવતીનું હેલિકોપ્ટર લાંબો સમય સુધી હવામાં જ રાખવાની ફરજ પડીહ તી. અડધો કલાક ભારે મહેનત કર્યા બાદ પોલીસ તંત્ર અને કાર્યકર્તાઓએ આખલાને મેદાનમાંથી હટાવ્યો હતો. ત્યાર બાદ ગઠબંધનનાં નેતાઓનું હેલિકોપ્ટર જમીન પર ઉતરી શક્યા હતા. ત્યાર બાદ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશે પોતાના ભાષણમાં આખલા દ્વારા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર ભારે શાબ્દિક પ્રહારો કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણો વડાપ્રધાન મોદીના કમાન્ડોએ હાથમાં પહેરેલ વસ્તું શું હતી ? રહસ્ય જાણી ચોંકી ઉઠશો!

મુખ્યમંત્રી યોગી પર સાધ્યું નિશાન
અખિલેશે તંત્રને કહ્યું કે, તમે લોકો તૈયાર રહો, તે ગમે ત્યારે અહીં ફરિયાદ લઇને આવી જશે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી યોગીની હરદોઇ રેલીમાં એક આખલો ઘુસી ગયો હતો. ત્યાર બાદ સોશિયલ મીડિયા પર યોગી સરકાર પર સુરક્ષા મુદ્દે અનેક સવાલો ઉઠવા લાગ્યા હતા. ત્યાર બાદ જ્યારે કન્નોજમાં અખિલેશની રેલીમાં પણ આવું બન્યું ત્યારે અખિલેશે નિશાન સાધ્યું હતું. 


ભારત ચીન-પાક. બોર્ડર પર બનાવશે સુરંગ, 2 લાખ કિલો દારૂગોળો રહેશે સ્ટોર


ગત્ત 5 વર્ષમાં કોઇ પણ આતંકવાદી હુમલો હજી સુધી નથી થયો: PM મોદી


ભારે ભાગદોડ બાદ આખલાને ભગાવવામાં સફળતા મળી
અખીલેશે કહ્યું કે, આ આખલો પોતાની ફરિયાદ લઇને આજે અહીં આવ્યો હતો. તેને લાગ્યું કે આ હરદોઇ વાળુ જ હેલિકોપ્ટર છે. અખિલેશે રેલીને સંબોધિત કરતા કહ્યું કે અમે ડીજીપીને ફોન કર્યો અને કહ્યું, કોઇ અમારી સભાને ખરાબ કરવા આવ્યું છે તો તેઓ વાત સમજી શક્યા નથી અને ફરી સવાલ કર્યો કોણ છે ? ફરી અમે જણાવ્યું ત્યાર બાદ આખલાને મેદાનમાં ભગાવી શકાય. આખલાને ભગાવવા માટે કાર્યકર્તા, ફાયર બ્રિગેડ અને પોલીસને ખાસ્સી મહેનત કરવી પડી. અડધા કલાકની ભારે મહેનત બાદ આખલાને જેમ તેમ કરીને ભગાવ્યો. ત્યારે તંત્રનાં જીવમાં જીવ આવ્યો.