નવી દિલ્હી : ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરે ગુરૂવારે પોતાની પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. સંબોધન દરમિયાન પ્રજ્ઞા તે સમયે ભાવુક થઇ ગયા જ્યારે તેઓ પોતાની જેલ યાતનાઓને પાર્ટી કાર્યકર્તાઓને જણાવી રહ્યા હતા. તેમણે જેલમાં યાતનાઓને યાદ કરતા કહ્યું કે, તેમને 24 દિવસ સુધી સતત જેલમાં માર મારવામાં આવ્યો. મારવા દરમિયાન તેમને ગાળો અપાતી હતી, પ્રજ્ઞાએ જણાવ્યું કે, તેમને બેલ્ટથી માર મારવામાં આવતો હતો. તેમનું શરીર સુન્ન પડી જતું હતું. ગુનો કબુલ કરાવવા માટે તેને ઉલ્ટા લટકાવી દેવામાં આવતા હતા. નિર્વસ્ત્ર કરવા સુધીની ધમકી પણ આપવામાં આવતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

World Cup 2019: શ્રીલંકાએ ટીમની કરી જાહેરાત, આશ્ચર્યજનક ખેલાડીઓનો સમાવેશ

સાધ્વીએ આરોપ લગાવ્યો કે મારી વિરુદ્ધ કાવત્રુ ઘડવામાં આવ્યું હતું. જેલમાં મારા પર અમાનવીય ત્રાસ ગુજારવામાં આવ્યો. મને માર મારનારાઓ પરાણે ખોટુ નિવેદન આપવા માટે દબાણ કરતા રહેતા હતા. કેટલાક લોકો ઇચ્છતા હતા કે મને ફાંસી પર લટકાવી દેવામાં આવે, પરંતુએનઆઇએએ કહ્યું કે, હું આતંકવાદી નથી, મને રાજનીતિનો અનુભ છે, હું ક્યારે પણ વિવાદોમાં રહી નથી. 



જેલમાં પસાર કરેલા દિવસો અંગે સાધ્વીએ હૃદય દ્રાવક સચ્ચાઇ કહી હતી. જો કે આ સમગ્ર દાસ્તાન સાંભળી સામાન્ય માણસનાં રૂંવાડા તો બેઠા થઇ જ જાય છે પરંતુ તેઓ પણ વાત કરતા કરતા રડી પડ્યા હતા. સાધ્વીએ કહ્યું કે, મને આખો દિવસ માર મારવામાં આવતો હતો. મારનારાઓ બદલાઇ જતા હતા. પરંતુ હું તેની તે જ રહેતી હતી. સાથે જ તેમણે કહ્યું કે, NIA પણ સ્વિકારી ચુક્યું છે કે તેઓ આતંકવાદી નથી. સાધ્વીએ કહ્યું કે, 24 દિવસ સુધી તેને માત્ર પાણી જ અપાયું હતું. અન્નનો એક દાણો પણ તેમણે જોયો નહોતો.