નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પરિણામથી બરાબર 15 દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઝી ન્યૂઝ (Zee News)ને એક વિશેષ ઈન્ટરવ્યૂ આપ્યો છે. ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી સાથે આ શુદ્ધ રાજકીય ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ દાવો કર્યો કે, 23 મેના રોજ દેશમાં ફરીથી ભાજપની સરકાર બનશે. તેમણે કહ્યું કે, આ વખતે ભાજપને 2014 કરતાં વધારે બેઠકો મલશે. આ સમગ્ર ઈન્ટરવ્યૂ તમે ઝી ન્યૂઝ પર આજે રાત્રે 8.00 કલાકે જોઈ શકશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને જણાવ્યું કે, મોદી લહેરથી બચવા માટે જ વિરોધ પક્ષો એક-બીજાનો હાથ પકડી રહ્યા છે, જેથી તેઓ ઊડી ન જાય. મમતા બેનરજી દ્વારા પીએમ મોદીને વડાપ્રધાન ન માનવા અંગે તેમણે જણાવ્યું કે, આ એક બંધારણીય ખતરો છે કે મમતા બેનર્જી પાકિસ્તાનના વડાપ્રધાનને તો માને છે, પરંતુ ભારતના વડાપ્રધાનને પીએમ માનતા નથી. આ તેમની બંધારણ પર અવિશ્વાસની અભિવ્યક્તી છે. 


VIDEO: લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી સામે એક્ટિવ છે 'ગાલી ગેંગ'


સુપ્રીમ કોર્ટના ન્યાયાધિશોના સવાલ અંગે પીએમએ જણાવ્યું કે, ચીફ જસ્ટિસ પર જે પ્રકારે હુમલો થયો તે ખતરનાક છે. આ દરમિયાન ઝી ન્યૂઝના એડિટર ઈન ચીફ સુધીર ચૌધરી દ્વારા પીએમ મોદીને અનેક સવાલ પુછવામાં આવ્યા છે. જેનો તેમણે અત્યંત સ્પષ્ટ જવાબ આપ્યો છે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ શુદ્ધ રાજકીય ઈન્ટરવ્યૂ તમે આજે રાત્રે 8.00 કલાકે ઝી ન્યૂઝ (ZEE News) પર જોઈ શકો છો. 


લોકસભા ચૂંટણીના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...