અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યા (Ayodhya)માં શ્રી રામલલાની મૂર્તિના પ્રાગટ્યથી માંડીને આજ સુધી ક્યારેય પણ કેમેરા પર મૂળસ્થાનના દર્શન થયા નહી હોય, પરંતુ ZEE NEWS ના તમને ત્રેતાયુગની ઐતિહાસિક જગ્યાના દર્શન કરાવી રહ્યા છે. આ સ્થળ પર ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

5 ઓગસ્ટના રોજ વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અયોધ્યા પહોંચી ફોટોમાં દેખાઇ રહેલી આ જગ્યાની પૂજા કરશે. ગર્ભગૃહની આ જગ્યા પર ભગવાન શ્રી રામલલાને વિરાજમાન કરવામાં આવશે. 


જાણકારી અનુસાર પીએમ મોદી અયોધ્યા પહોંચ્યા બાદ સૌથી પહેલાં હનુમાનગઢી મંદિર જશે. હનુમાનજીના દર્શન કરશે. કહેવામાં આવે છે કે અયોધ્યામાં રામલલાન કામ પહેલાં હનુમાનજીની પરવાનગી લેવી જરૂરી છે. હનુમાનગઢી બાદ વડાપ્રધાનમંત્રી સીધા રામજન્મભૂમિ પરિસર જશે અને ત્યાં રામલલાના દર્શન કર્યા બાદ રામ મંદિરનું ભૂમિ પૂજન કરશે. 


રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા 200 લોકોની યાદી તૈયાર કરવામાં આવી છે, જેને 50-50 લોકોની ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. ભૂમિ પૂજન કાર્યક્રમમાં સાધુ સંત, અધિકારી-નેતા, વિહિપ-ન્યાસ ઉપરાંત દેશના 50 ગણમાન્ય સામેલ થશે. દેશના મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીનું નામ પણ ટ્રસ્ટે પોતાની યાદીમાં રાખ્યું છે. તો બીજી તરફ કેટલાક રાજ્યોના મુખ્યમંત્રી પણ ભૂમિ પૂજન દરમિયાન સામેલ થઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube