નવી દિલ્હી: ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈત હાલ કર્ણાટક પ્રવાસે છે. આ દરમિયાન રાજ્યના પાટનગર બેંગલુરુમાં ગાંધી ભવનમાં તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે તેમના પર કાળી શાહી ફેંકાઈ. વીડિયોમાં તેમના મોઢા પર શાહી સ્પષ્ટપણે જોવા મળી શકે છે. પોલીસે શાહી ફેંકનારા વ્યક્તિની ધરપકડ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાકેશ ટિકૈત પર બેંગલુરુ પ્રેસ ક્લબના ગાંધી ભવનમાં કાળી શાહી ફેંકવામાં આવી. અહીં ખેડૂત નેતા રાકેશ ટિકૈત અને યુદ્ધવીર સિંહ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. આ બધા વચ્ચે એક વ્યક્તિએ આવીને તેમના પર કાળી શાહી નાખી દીધી. આ બંને કિસાન નેતાઓ એક લોકલ ચેનલના સ્ટિંગ ઓપરેશનના વીડિયો પર સ્પષ્ટતા કરવા માટે આવ્યા હતા. આ ઘટના ઘટ્યા બાદ માહોલ ગરમાઈ ગયો. એક વ્યક્તિએ કિસાન નેતા પર શાહી ફેંક્યા બાદ ત્યાં ખુરશીઓ રમણભમણ કરવાનું શરૂ કરી દીધુ. પ્રેસ કોન્ફરન્સ હોલમાં હંગામો મચાવનારા અને રાકેશ ટિકૈત સાથે ગેરવર્તણૂંક કરનારા કેટલાક લોકોને પોલીસે તરત અટકમાં લઈ લીધા. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube