આજ સુધી તમે અનેક જાનવરો વિશે સાંભળ્યું હશે. અલગ-અલગ પ્રકારના રીંછ વિશે પણ સાંભળ્યું હશે. તમે જમીન પર ચાલતુ રીંછ જોયું હશે કે જાણતા હશો. પરંતુ આજે અમે તમને એવા રીંછ વિશે જણાવવા જઈ રહ્યા છે, જે પાણીની સાથે સાથે અંતરિક્ષમાં પણ જીવતું રહી શકે છે અને વર્ષો સુધી પાણી વગર જીવતું રહી શકે છે. જો તમે તેના વિશે જાણશો તો, દાંત નીચે આંગળી દબાવી દેશો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્યું છે જાનવર?
આપણી પ્રકૃતિ અનેક જીવો ધરાવે છે. જેમાંથી કેટલાક જીવો અનોખા હોય છે. આવું જ એક જીવ છે વૉટર બિયર. જનું વૈજ્ઞાનિક નામ ટાર્ડિગ્રેડ છે. તેને પાણીના રીંછ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જીવની જીવન જીવવાની જિજિવિષા એટલી પ્રબળ હોય છે કે, તે કોઈ પણ સ્થિતિમાં સર્વાઈવ કરી શકે છે. ભયંકર ઠંડી હોય કે રણ પ્રદેશની ગરમી, પૂર હોય કે દુષ્કાળ તે જીવી શકે છે. તે સામાન્ય રીતે કીચડમાં મળી આવે છે.

આપણું શરીર પર સાપની જેમ બદલે છે કાંચળી, જાણી લો કામની આ વાત


કેવું હોય છે જાનવર?
વૉટર બિયરને તેના અનોખા આકાર માટે ઓળખવામાં આવે છે. તેના આઠ મોટા-મોટા પગ હોય છે. જ્યારે તેમા માથા અને પૂંછડીનો વિકાસને નિયંત્રિત કરવા વાળા એચઓએક્સ જીનની સંખ્યા પાંચ જ હોય છે, જે કૃમિઓ જેવું છે. પરંતુ તેના આકારના કારણે તેને જાનવરની શ્રેણીમાં રાખવામાં આવે છે.

Eye Palmistry: આંખો જોઇને જાણી લેશો પાર્ટનરનો મૂડ, તમે આ રીતે જાણી શકો છો કોઇનો પણ સ્વભાવ


આપદાનો કરી શકે છે સામનો
શોધકર્તાઓએ ટાર્ડિગ્રેડની બે પ્રજાતિઓના ડીએનએ ડીકોડ કર્યા. જેમાં તેમને જાણવા મળ્યું કે તે ખતરનાક દુષ્કાળમાં પણ પોતાનો જીવ બચાવી રાખે છે અને ફરીથી જીવતો થાય છે. આ લેખ પીએલઓએસ બાયોલોજી નામની જર્નલમાં છપાયેલો છે. તે મોટામાં મોટી આપદામાં જીવતો રહી શકે છે. શોધમાં વૈજ્ઞાનિકોને એ પણ જાણવા મળ્યું છે કે, દુષ્કાળની સ્થિતિમાં ટાર્ડિગ્રેડના કેટલાક એવા જીન સક્રિય થાય છે. જે તેની કોશિકાઓમાં પાણીની જગ્યા લે છે અને જ્યારે પાણી ફરી ઉપલબ્ધ થાય ત્યારે તે પોતાની કોશિકાઓમાં ફરી પાણી ભરી લે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube