નવી દિલ્હીઃ દેશના અનેક રાજ્યોમાં હજુપણ મેઘરાજાનો કહેર શમવાનું નામ લઈ રહ્યો નથી... ઓગસ્ટમાં દે ધના ધન બેટિંગ કર્યા બાદ સપ્ટેમ્બરમાં પણ ભારે વરસાદથી અનેક રાજ્યોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે... ત્યારે કયા રાજ્યમાં કેવી સ્થિતિ છે?.. જોઈશું આ અહેવાલમાં.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાગેશ્વરમાં પહાડો પરથી મોટા-મોટા પથ્થરો પડ્યા
હિમાચલના નાળામાં પૂર આવતાં રસ્તા પર ફસાઈ કાર
ભારે વરસાદથી અજમેરમાં મકાન થયું ધરાશાયી


આ દ્રશ્યો પહાડોથી લઈને મેદાન સુધી મેઘરાજાનો કેવો કહેર જોવા મળી રહ્યો છે તેની સાક્ષી પૂરી રહ્યા છે. ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.


રાજસ્થાનના પિંક સિટી તરીકે ઓળખાતા જયપુરમાં આ વર્ષે મેઘરાજા ઝમાઝમ મૂકીને વરસ્યો. જેના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. જેણે સૌથી વધારે વાહનચાલકોની મુશ્કેલીમાં વધારો કર્યો. 


આ પણ વાંચોઃ 'આ અમારો છેલ્લો સંદેશ છે, કોંગ્રેસ છોડી દો, બજરંગ પુનિયાને જાનથી મારી નાખવાની ધમકી


અરવલ્લી ક્ષેત્રમાં સતત પડી રહેલાં વરસાદના કારણે નદીઓ તોફાને ચઢી છે... ગોરમ ઘાટથી નીકળનારી નદીઓ પણ બેકાંઠે વહી રહી છે... અને જોગ મંડી ઝરણામાં પાણીનો પ્રવાહ પ્રચંડ વેગથી વહી રહ્યો છે.


આ દ્રશ્યો દેશની રાજધાની નવી દિલ્લીના છે. અહીંયા મુંડકા વિસ્તારમાં રસ્તા પર લગભગ 5 કિલોમીટર સુધી પાણી ભરાઈ જાય છે... જેના કારણે વાહનચાલકો માત્ર પાણીથી નહીં પણ રસ્તા પર પડેલા મોટા-મોટા ખાડાના કારણે હેરાન-પરેશાન છે... ગાડીઓ જ્યારે આવા રસ્તા પરથી નીકળે ત્યારે ડાન્સ કરતી હોય તેવું લાગી રહ્યું છે.


હજુ તો વરસાદનું સંકટ ઓછું થયું નથી... ત્યાં આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે... બંગાળની ખાડીમાં આ વાવાઝોડું ઉભું થવાથી વિશાખાપટ્ટનમના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે... હાલમાં વાવાઝોડાની અસર વર્તાવાની શરૂ થઈ ગઈ છે... સમુદ્રમાં ઉંચી-ઉંચી લહેરો ઉઠી રહી છે... તો ધીમે-ધીમે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.


હવામાન વિભાગે દેશના 19 રાજ્યોમાં અલર્ટ આપ્યું છે... એટલે રાજસ્થાનથી ઉત્તરાખંડ સુધી અને મણિપુરથી લઈને કેરળ સુધીના અનેક રાજ્યના લોકોએ ભારે વરસાદનો સામનો કરવો પડશે.