કેરળમાં મોટી દુર્ઘટનામાં 47 લોકોના મોત : ભયાનક ભૂસ્ખલન બાદ 400 લોકો હજી પણ ગાયબ
Wayanad Massive Landslides : કેરળના વાયનાડમાં ભારે વરસાદના કારણે ભૂસ્ખલન.. 400 જેટલા લોકો ફસાયા.. તો બાળકો સહિત 47 લોકોના મોત... રેસ્ક્યુ ઓપરેશન માટે તમિલનાડુથી 2 હેલિકોપ્ટર રવાના
Wayanad Landslide: કેરળના વાયાનાડમાં મોટી દુર્ઘટના બની છે. વાયાનાડ જિલ્લાના મેપ્પડી પાસે ભારે વરસાદને કારણે પહાડી વિસ્તારમાં મંગળવારે ભૂસ્ખલન થયું હતું. અધિકારીઓએ સેંકડો લોકોના માટીના કાટમાળ નીચે દબાયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. અત્યાર સુધી 47 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યું કે, આ ભયાનક ભૂસ્ખલનમાં હજી પણ 400 લોકો લાપતા છે. તો મુંડક્કઈ, ચૂરલમાલા, અટ્ટામાલા અને નુલપુઝા ગામ આ ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે.
પ્રભાવિત વિસ્તારોમાં એનડીઆરઆફનું રેસ્ક્યૂ
કેરળ રાજ્યના આપદા નિવારણ વિભાગે જણાવ્યું કે, ફાયર બ્રિગેડ વિભાગ અને એનડીઆરએફની ટીમોને પ્રભાવિત વિસ્તારમાં તૈનાત કરવામા આવ્યા છે. બચાવ અભિયાનમાં મદદ માટે કન્નુર રક્ષા સુરક્ષા કોરની બે ટીમોને પણ વાયનાડ રવાના કરી દેવાઈ છે. આ ઉપરાંત ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર Mi-17 અને ALH સુલુરને રવાના કરાયું છે.
શું મની પ્લાન્ટ સાચે જ ચોરી કરીને લગાવો તો જ ઉગશે? વાસ્તુ શાસ્ત્રમાં મળ્યો તેનો જવાબ
સંસદમાં ભડકી ગયા જયા બચ્ચન! એક નામ લેતા જ ગુસ્સામાં લાલચોળ થયા