કોલકાતા: પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ટીએમસી કાર્યકરો વચ્ચે રાજકીય હૂંસાતૂંસીનો દોર ચાલુ છે. હાવડામાં ભારતીય જનતા યુવા મોરચાના કાર્યકરોએ બેલે ખાલમાં રસ્તાની વચ્ચો વચ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો. ભાજપના કાર્યકરોનું કહેવું છે કે તેમણે આ આયોજન રસ્તો રોકીને નમાજ અદા કરવા અંગેનો વિરોધ વ્યક્ત કરવા કર્યું છે. મંગળવારે 25 જૂનના રોજ ભાજપના કાર્યકરોએ આ આયોજન હનુમાન મંદિરની પાસેના દરેક રસ્તે કર્યું. યુવા મોરચાનું કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સરકારના રાજમાં કોઈ પણ મુખ્ય રસ્તો રોકીને શુક્રવારે નમાજ અદા કરવામાં આવે છે જેના કારણે લોકોને ખુબ પરેશાની થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આંધ્ર પ્રદેશના પૂર્વ CM ચંદ્રબાબુ નાયડુના 'પ્રજા વેદિકા' પર બુલડોઝર ફરી વળ્યું


ભાજપ યુવા મોરચા હાવડાના અધ્યક્ષ ઓપી સિંહનું કહેવું છે કે મમતા બેનરજીના રાજમાં અમે જોયું છે કે ગ્રાન્ટ ટ્રંક રોડ અને અન્ય મુખ્ય રસ્તાઓ શુક્રવારે નમાજ માટે બંધ કરી દેવાય છે. તેનાથી લોકોને હોસ્પિટલમાં પહોંચાડવામાં, ઓફિસ પહોંચવામાં મુશ્કેલી થાય છે. જ્યાં સુધી આ બધુ ચાલશે ત્યાં સુધી અમે પણ દર મંગળવારે હનુમાન મંદિરોની આજુબાજુના રસ્તાઓ પર હનુમાન ચાલીસાના પાઠ કરીશું. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે  કરો ક્લિક...