નવી દિલ્હીઃ 2019 લોકસભા ચૂંટણીમાં વિરોધી પક્ષો વચ્ચે ગઠબંધનની ફોર્મ્યુલા શું હશે? તે સવાલ બનેલો છે. આ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાપ્રધાન પી ચિદમ્બરમે કહ્યું કે, તેની પાક્ટી જુદા-જુદા રાજ્યોમાં અલગ-અલગ પાર્ટીઓ સાથે ગઠબંધન કરશે. મધ્યપ્રદેશના ઈન્દોર પહોંચેલી ચિદમ્બરમે કહ્યું, અમને આશા છે કે રાજ્યવાર ગઠબંધન થશે અને જો ગઠબંધનની રાજ્યોમાં જીત થાય છે તો આ મહાગઠબંધનની જીત હશે. અમને વિશ્વાસ છે કે, તમામ રાજ્યોમાં ગઠબંધન થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે 2019 લોકસભા ચૂંટણીમાં ભાજપને પડકાર આપવા માટે કોંગ્રેસ ગઠબંધન બનાવવાના પ્રયત્નમાં લાગેલી છે. પરંતુ મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ કોઈપણ પક્ષ સાથે ગઠબંધન કર્યું નથી. તેલંગણામાં કોંગ્રેસના ચંદ્રબાબૂ નાયડૂની પાર્ટી ટીડીપી સાથે ગઠબંધન કર્યું છે. વિરોધી પાર્ટીઓને એક સાથે લાગવાવની કવાયત ઘણીવાર થઈ ચુકી છે. 


આરએસએસ પર ચિદમ્બરમનું નિવેદન
ચિદમ્બરમે કહ્યું કે, આરએસએસ ભલે નકારે પણ તે એક રાજકીય સંસ્થા છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર આરએસએસ પર લગામ લગાવશે. સરકારી કર્મચારીઓને તેમાં સામેલ થતા રોકશું. તેમણે રામ મંદિરના મુદ્દા પર કહ્યું કે, રામ મંદિર બનાવવામાં કોંગ્રેસને કોઈ સમસ્યા નથી. પરંતુ આ મામલો કોર્ટમાં છે. 



ચિદમ્બરમે એનપીએ, જીએસટીના મુદ્દા પર મોદી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું, પહેલા બે વાર એનપીએની સમસ્યા આવી હતી. એકવાર યશવંત સિન્હાના સમયમાં અને એકવાર મારા સમયમાં. બંન્ને વખતે તેનું સમાધાન કરવામાં આવ્યું હતું. આ વખતે સરકારની અસમર્થતાને કારણે સમસ્યા આવી છે. તેમણે નોટબંધીને લઈને કહ્યું કે, તેનાથી અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડી છે. લાખો નોકરીઓ અને હજારો જીવ ગયા છે. આજે આપણે જ્વાળામુખી પર બેઠા છીએ. બેરોજગારી જ્વાળામુખી છે, જે ગમે ત્યારે ફાટી શકે છે.