Corona: સુપ્રીમની કેન્દ્રને ફટકાર, કહ્યું- `રાષ્ટ્રીય સંકટ` પર અમે મૂકદર્શક ન બની શકીએ
Corona in india: સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે, અમે પૂરક ભૂમિકા નિભાવી રહ્યાં છીએ, જો હાઈકોર્ટને પ્રાદેશિક સરહદોને કારણે કેસની સુનાવણીમાં કોઈ સમસ્યા થાય છે તો અમે મદદ કરીશું.
નવી દિલ્હીઃ કોરોના વાયરસના સતત વધી રહેલા કેસો પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર આકરી ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, આ સંકટના સમયમાં અમે મૂકદર્શક બનીને ન રહી શકીએ. કોર્ટે કહ્યું કે, સરકારે તે જણાવવું પડશે કે કોરોના સંકટનો સામનો કરવા શું પ્લાન છે. જસ્ટિસ એસ આર ભટે કહ્યુ, હું બે મુદ્દા ઉઠાવવા ઈચ્છુ છું, જે કેન્દ્ર સરકાર અંતર્ગત છે. પ્રથમવાત એ કે કઈ રીતે કેન્દ્રીય સંસાધનોનો ઉપયોગ કરવામાં આવે. પેરામિલિટ્રી, ડોક્ટર્સ, પેરામેડિકલ, આર્મી ફેસિલિટીઝ અને ડોક્ટરોનો કઈ રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બીજી વાત તે કે સરકારની પાસે આ સંકટનો સામનો કરવા માટે કોઈ પ્લાન છે કે નહીં.
સુપ્રીમ કોર્ટે કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં લેતા કહ્યું કે, ઉચ્ચ ન્યાયાલયોએ રાજ્યોની સ્થિતિ પર નજર રાખવી જોઈએ. કોર્ટે કહ્યું કે, ઉચ્ચ ન્યાયાલયોએ રાજ્યો પર નજર રાખવી જોઈએ, પરંતુ સર્વોચ્ચ કોર્ટ પણ ચુપ ન બેસી શકે. કોર્ટે કહ્યું કે, અમારુ કામ તે છે કે રાજ્યો વચ્ચે સમન્વય સાધી શકાય. આ સિવાય કોર્ટે તે પણ પૂછ્યુ કે શું આ સંકટમાં સેના અને અન્ય કેન્દ્રીય દળોનો પણ કેન્દ્ર સરકાર તરફથી ઉપયોગ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Viral Video: રસ્તા પર ફરતો જોવા મળ્યો Coronavirus, લોકોને આપી રહ્યો છે પોતાનો પરિચય
અદાલતે કહ્યું કે રાષ્ટ્રીય સ્તર પર પ્રયાસ માટે ઉચ્ચતમ ન્યાયાલય તરફથી જોવાનું જરૂરી છે. આ સંકટના સમયમાં સર્વોચ્ચ કોર્ટ મૂકદર્શક ન બની શકે. સુપ્રીમ કોર્ટના સવાલો પર સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનો પક્ષ રાખતા કહ્યુ કે, અમે સતર્કતાની સાથે સ્થિતિને સંભાળવામાં લાગ્યા છીએ.
શું બોલી સુપ્રીમ કોર્ટ?
પાછલા ગુરૂવારે સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લેતા સરકારને નોટિસ ફટકારી પૂછ્યુ હતુ કે કોરોનાનો સામનો કરવા માટે તેની રાષ્ટ્રીય સ્તર પર શું યોજના છે. હાલની સ્થિતિને રાષ્ટ્રીય આપાતકાલ સમાન જણાવતા ચીફ જસ્ટિસ એસએ બોબડેની ખંડપીછે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ઓક્સિજન અને દવાઓની સપ્લાઈ, રસીકરણને લઈને પણ જવાબ માંગ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, તે કોરોના સામે લડવાની પોતાની રાષ્ટ્રીય યોજના વિશે માહિતી આપે.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube