ભારતના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની હત્યાને 70 વર્ષ થઈ ગયા છે. શાંતિ અને અહિંસાના પૂજારી ખુદ હિંસાનો શિકાર થઈ ગયા હતા. ગાંધીજીના મોતના 70 વર્ષ બાદ પણ ભારતમાં હિંસાનો માહોલ ગયો નથી. આજે પણ ભારત વહેંચાલેયુ જોવા મળે છે. ઉદારવાદીઓ, જાતિઓમાં, અભિવ્યક્તિની આઝાદીમાં, વિરોધીઓમાં, અમીરી-ગરીબીમાં, નોકરશાહો, તો ક્યાંક બેરોજગારોમાં. ગાંધીજી તેમના જીવન મૂલ્યો માટે પ્રખ્યાત હતા. ભારતના આજના દોરમાં જ્યાં ગાંધી મૂલ્યોની અત્યંત જરૂર છે, ત્યાં લોકોએ ગાંધી મૂલ્યોને દબાવી દીધા છે. ગાંધીજીની વાતો વિસરાઈ ગઈ છે. ભારતમાં ગાંધીજી રાષ્ટ્રપિતા નામથી રહી ગયા છે. વાતોમાં, લોગોમાં, પ્રદર્શનોમાં, વિરોધોમાં અનેક જગ્યાઓએ ગાંધીજીનો ઉલ્લેખ કરાય છે. પણ તેમની નીતિમત્તાનું કોઈ આચરણ કરતું નથી. ત્યારે હવે સવાલ એ છે કે, ગાંધીજી ક્યાં રહી ગયા છે. કઈ બાબતોમાં અને ક્યાં ગાંધીજી દેખાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"184520","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"rupee1-20171026050118.JPG","field_file_image_title_text[und][0][value]":"rupee1-20171026050118.JPG"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"rupee1-20171026050118.JPG","field_file_image_title_text[und][0][value]":"rupee1-20171026050118.JPG"}},"link_text":false,"attributes":{"alt":"rupee1-20171026050118.JPG","title":"rupee1-20171026050118.JPG","class":"media-element file-default","data-delta":"1"}}]]


રૂપિયા
ગાંધીજીની વાતો ભલે કોઈ ન કરે, પણ ગાંધીજીના ચિત્રવાળા રૂપિયા વગર કોઈને ચાલવાનુ નથી. દેશના આર્થિક વ્યવહાર, લેણદેણના રૂપિયામાં ગાંધીજી છે, પણ વહેવારની વાતો કોઈ યાદ રાખતું નથી. ભારતની દરેક કરન્સી પર રાષ્ટ્રપિતાની તસવીર અંકિત છે. ગાંધી મૂલ્યોની કોઈ વાત નહિ, પણ રૂપિયાની વાત કરવી હોય તો ગાંધીજીના ચિત્રવાળી નકદી નોટ વગર ચાલતુ નથી.


[[{"fid":"184521","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"637747-swachbharatmission.jpg","field_file_image_title_text[und][0][value]":"637747-swachbharatmission.jpg"},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"637747-swachbharatmission.jpg","field_file_image_title_text[und][0][value]":"637747-swachbharatmission.jpg"}},"link_text":false,"attributes":{"alt":"637747-swachbharatmission.jpg","title":"637747-swachbharatmission.jpg","class":"media-element file-default","data-delta":"2"}}]]


સ્વચ્છતાનો લોગો
વડાપ્રધાન નરેન્દ્ર ગાંધી દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છતા મિશનના લોગો પર ગાંધીજીના ચશ્માનું ચિહ્ન છે. પરંતુ ભારતમાં સ્વચ્છતા માત્ર આ લોગો પૂરતી જ સીમિત દેખાય છે. ભારતમાં ઠેરઠેર દેખાતી ગંદકી બતાવે છે, કે તેનું આચરણ કોઈ કરતું નથી. ગાંધીજીના આશ્રમમાં દરેક વ્યક્તિને કામ કરવું પડતું હતું. જેને કારણે તેમનું આખુ આશ્રમ ચોખ્ખુચણાક રહેતું. આ કામમાં ખુદ ગાંધીજી પણ સામેલ રહેતા. આશ્રમમાં તે સમયે થતી સફાઈ અભિયાનના કોઈ ફોટા તમને જોવા નહિ મળે. પરંતુ આજે કોઈ વ્યક્તિ એક ઝાડુ પકડીને ઉભો રહે તો પણ સેલ્ફી પાડીને સોશિયલ મીડિયા પર શેર કરવાનું ભૂલતો નથી. ગાંધીજી મનની ગંદકી સાફ કરવામાં માનતા હતા. તેઓ બહારનો કચરો સાફ કરવા લોકોને ઝાડુ પકડાવતા હતા. જો આજના સમયમાં ગાંધીજી કોઈ સ્વચ્છતા કાર્યક્રમ કરતા તો તેમની ઝાડુથી સાંપ્રદાયિકતા, જાતિયતા, દુરાચાર, વ્યાભિચાર અને ભ્રષ્ટાચારની સાફસફાઈ કરતા હોત. 


[[{"fid":"184523","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"629463-mahatma-gandhi-spectacles-1.jpg","field_file_image_title_text[und][0][value]":"629463-mahatma-gandhi-spectacles-1.jpg"},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"629463-mahatma-gandhi-spectacles-1.jpg","field_file_image_title_text[und][0][value]":"629463-mahatma-gandhi-spectacles-1.jpg"}},"link_text":false,"attributes":{"alt":"629463-mahatma-gandhi-spectacles-1.jpg","title":"629463-mahatma-gandhi-spectacles-1.jpg","class":"media-element file-default","data-delta":"3"}}]]


રોડ અને સ્ટેચ્યુ
ભારતનું કોઈ શહેર કે ગામ એવું નહિ હોય જ્યાં ગાંધીજીનું પૂતળુ ન હોય. ગાંધીજયંતી પર આ પૂતળાને ખાસ હારતોરા કરાય છે. તો ભારતના લગભગ દરેક શહેરમાં એક રસ્તાનુ નામ તો એમજી (મહાત્મા ગાંધી) રોડ નામ રાખવામાં આવે છે. દેશમાં લગભગ 30થી વધુ શૈક્ષણિક સંસ્થાઓને ગાંધીજીનું નામ આપવામાં આવ્યું છે. તેમજ 30થી વધુ ઈમારતો, સ્થળોને ગાંધીના નામ સાથે સાંકળવામાં આવ્યા છે. 


યોજનાઓ 
મહાત્મા ગાંધીજીના નામની અનેક યોજના, સ્કીમ સરકાર દ્વારા શરૂ કરાઈ છે. જેમાં સ્વચ્છતા અભિયાન પણ છે. આ ઉપરાંત મહાત્મા ગાંધી નેશનલ રુરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એક્ટ, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય જેવી અનેક યોજનાઓ છે. 


ફૂડ
ગાંધીજી સાદગીભર્યું જીવન જીવતા એ તો બધા જાણે છે. પરંતુ લોકો આજે માત્ર સાદગીની વાતો જ કરે છે. ગાંધીજી ખરા અર્થમાં સાદુ ભોજન કરતા, જ્યારે કે લોકો ડાયટ ફૂડના નામે સ્ટાઈલિશ દેખાવાનો ડોળ કરે છે.