લોકાયુક્ત બિલ લઈને આવશે મહારાષ્ટ્ર સરકાર, કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય
Maharashtra Lokayukt: સમાજસેવી અન્ના હજારેની માંગ સ્વીકારતા મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં લોકાયુક્ત કાયદો બનાવવાનો નિર્ણય કર્યો છે. આજે રવિવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે.
મુંબઈઃ Lokayukt Act In Maharashtra: રવિવારે મળેલી બેઠકમાં મહત્વનો નિર્ણય લેતા મહારાષ્ટ્ર કેબિનેટ રાજ્યમાં લોકાયુક્ત કાયદો લાવવા જઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે અમે લોકપાલની તર્જ પર મહારાષ્ટ્રમાં લોકાયુક્ત શરૂ કરવા માટે અન્ના હજારે સમિતિના અહેવાલને મંજૂરી આપી દીધી છે. હવે સરકાર વિધાનસભાના શિયાળુ સત્રમાં આ અંગે બિલ લાવશે.
ભ્રષ્ટાચારને ડામવા માટે મહારાષ્ટ્રની શિંદે ફડણવીસ સરકારનો મોટો નિર્ણય માનવામાં આવી રહ્યો છે. લોકાયુક્ત કાયદો લાગુ થયા બાદ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ હોદ્દા પરના તમામ લોકો તેના હેઠળ આવશે. લોકાયુક્ત કાયદાને લઈને એક કમિટી બનાવવામાં આવશે, જેમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સ્તરના જજ સહિત પાંચ લોકોને સામેલ કરવામાં આવશે.
'જ્યારે દેશની વાત આવે તો આપણે બધા એક, દુશ્મનોએ આ સમજવું જોઈએ': શશિ થરૂર
આ સિવાય મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે અમે સંપૂર્ણ પારદર્શિતા સાથે સરકાર ચલાવીશું. અમે મહારાષ્ટ્રને ભ્રષ્ટાચાર મુક્ત બનાવીશું, તેથી અમે રાજ્યમાં લોકાયુક્ત કાયદો લાવવાનો નિર્ણય કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube