મુંબઈઃ એન્ફોર્સમેન્ટ ડિરોક્ટરેટ (ઈડી) એ પાત્રા ચાલ જમીન કૌભાંડમાં મોડી રાત્રે શિવસેના નેતા સંજય રાઉતની ધરપકડ કરી લીધી. પરંતુ રાઉતે દાવો કર્યો છે કે તે નિર્દોષ છે અને તેને ફસાવવામાં આવી રહ્યા છે. તેમની ધરપકડ બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આજે તેમના ઘરે પહોંચ્યા અને પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ તેમણે પત્રકાર પરિષદ યોજીને કહ્યું કે જે રીતે સંજય રાઉતની ધરપકડ થઈ છે તે ખોટું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે અમારા વિરુદ્ધ બોલનારનો સફાયો કરવો પડશે, આવી માનસિકતાની સાથે બદલાની રાજનીતિ ચાલી રહી છે. તેમણે કહ્યું કે તમે (ભાજપ) ઈડી, આઈટીનો ઉપયોગ કરી રહ્યાં છો. મજા લઈ રહ્યાં છો. જ્યારે બીજુ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું તો કહેવામાં આવી રહ્યું હતું કે હિટલર દેશમાં કબજો કરી લેશે. પરંતુ તે ન થયું. મને સંજય રાઉત પર અભિમાન છે. 


ભાજપ પર સાધ્યું નિશાન
ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પર નિશાન સાધતા કહ્યું કે તે કહે છે કે બીજા દળોથી જે લોકો ભાજપમાં આવે છે તો આવા ભાજપનો વંશ શું છે? નડ્ડાએ કાલે જે ભાષણ આપ્યું છે, શું તેમાં તમને પ્રજાતંત્ર જોવા મળી રહ્યું છે. માત્ર તેની પાર્ટી રહે, બાકી ખતમ થઈ જાય? તેમાં શતરંજ એટલે બુદ્ધિનું કોઈ સ્થાન રહ્યું નથી, માત્ર શક્તિનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. 


સમય એક જેવો નથી રહેતોઃ ઉદ્ધવ
ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે જો આ રીતે તમારી હશે તો હું કહીશ કે હંમેશા એક જેવો રહેતો નથી. ક્યારેક ખરાબ દિવસ પણ આવશે. જેવું વર્તન આજે તમે બીજા સાથે કરી રહ્યાં છે, તેનાથી ખરાબ વર્તન જનતા તમારી સાથે કરી શકે છે. જનતાની ઉપર નિર્ણય છોડી દો. તેને પ્રજાતંત્ર કહે છે. તેમણે કહ્યું કે, જો ઈડી અને સીબીઆઈ જ બધુ છે તો પ્રજાતંત્ર ક્યાં છે. 


સંજય રાઉતે શું કહ્યું?
સંજય રાઉતે એક ખાનગી સમાચાર ચેનલને ફોન પર જણાવ્યું કે તેઓ ઈડીને પૂરેપૂરો સહયોગ કરી રહ્યા છે અને શિવસેનાને ખમત કરવા માટે સુનિયોજિત રાજકીય ષડયંત્ર આગળ તેઓ ઝૂકશે નહીં. તેમણે કહ્યું કે 'હું ડરેલો નથી...કાયદાને અસહયોગ કરવાનો સવાલ જ નથી, હું શિવસેના માટે પોતાની જાતને કુરબાન કરવા તૈયાર છું. ઈડીની ટીમ કોઈ પણ નોટિસ વગર સવાર સવારમાં આવી ગઈ, આ તથાકથિત કેસમાં મારી પાસેથી કોઈ દસ્તાવેજ મળ્યા નથી.'


શું છે સમગ્ર મામલો?
સંજય રાઉતની પત્ની વર્ષા અને સ્વપ્નાની પાસે અલીબાગમાં એક જમીન હતી જેને તેના સંયુક્ત નામથી ખરીદવામાં આવી હતી. ઈડીને શંકા છે કે સ્વપ્ના પાટકરના અલગ રહેતા પતિ સુજીત પાટકર દ્વારા ધરપકડ કરાયેલા કારોબારી પ્રવીણ રાઉતે પાત્રા ચોલ કૌભાંડથી ડાયવર્ડ કરાયેલા પૈસાથી જમીન ખરીદી હતી. પ્રવીણ રાઉત સંજય રાઉતના મિત્ર છે. 


શું છે ઈડીનો આરોપ?
એપ્રિલમાં ઈડીએ સંજય રાઉતની પત્ની વર્ષાની માલિકીવાળા મુંબઈમાં એક ફ્લેટ અને અલીબાગ ભૂમિને અટેચ કરી હતી. ઈડીએ આરોપ લગાવ્યો કે આ સંપત્તિઓને પ્રવીણ રાઉત દ્વારા ડાયવર્ટ કરાયેલા પૈસાથી ખરીદી હતી. તો સ્વપ્ના પાટકરના પરિસરોમાં હાલના સર્ચ દરમિયાન ઈડીને અલીબાગની જમીનના દસ્તાવેજ મળ્યા હતા. આ પહેલા ઈડીને આપેલા પોતાના નિવેદનમાં સ્વપ્નાએ જણાવ્યું કે તેના નામનો ઉપયોગ જમીન ખરીદવામાં કરવામાં આવ્યો હતો. પરંતુ તેના પર તેનો કોઈ માલિકી અધિકાર નથી અને ભૂમિ પાર્સલની માલિકી સંજય રાઉતના સંપૂર્ણ નિયંત્રણમાં છે. આ કૌભાંડ 1 હજાર કરોડથી વધુનું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube