વિનોદ મિશ્રા/અમદાવાદ : 2019ની લોકસભા ચૂંટણી પહેલા હિંદુત્વ અને રામમંદિરના મુદ્દે ભાજપે મહત્વની જાહેરાત કરી છે. ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યાએ કહ્યું કે, જો જરૂર પડશે તો રાજ્યસભામાં બહુમતી થવા અંગે ભાજપ સાંસદ કાયદો બનાવીને રામ મંદિરનું નિર્માણ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેશવ પ્રસાદ મોર્યએ ZEE MEDIA સાથેની ખાસ વાતચીતમાં રામ મંદિર અંગે સંતો અને હિન્દૂ સંગઠનો દ્વારા સતત ઉઠી રહેલા સવાલો પર ખુલીને વાતચીત કરતા કહ્યું કે, સંત સમાજ અને વિશ્વનાં કરોડો હિન્દુઓની સાથે ભાજપ પણ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ ઝડપથી થાય તેવું ઇચ્છે છે. 


જો કે સાથે જ ઉપમુખ્યમંત્રી તેમ પણ કહ્યું કે, કાયદો બનાવીને રામ મંદિરન નિર્માણ અંગે વિચારણા ત્યારે જ કરવામાં આવશે જ્યારે સુપ્રીમ કોર્ટ અથવા આંતરિક સંમતી સાથે મંદિર નિર્માણના વિકલ્પો ખતમ થઇ જશે. 


અગાઉ ભાજપમાં સુબ્રમણ્યમ સ્વામી, વિનય કટિયાર જેવા કટ્ટર- હિંદુવાદી નેતાઓ અયોધ્યાનમાં વિવાદિત ભૂમિ પર દરેક પરિસ્થિતીમાં રામ મંદિર નિર્માણની વાત કહેતા આવ્યા છે. અયોધ્યામાં જુલાઇ મહિનામાં આયોજીત વિશાળ સંત-સંમેલનમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની હાજરીમાં રામ વિલાસ- વેદાંતી સહિત દેશનાં તમામ મહાન સંતોએ કાયદો બનાવીને રામ મંદિર નિર્માણની માંગણી કરી હતી. ઉલ્લેખનીય છે કે, રામ વિલાસ વેદાંતીએ કહ્યું હતું કે, બાબરે કોર્ટના આદેશ મુદ્દે રામ મંદિર નહોતું તોડ્યું, એટલા માટે રામ મંદિરનું નિર્માણ પણ કોર્ટનાં આદેશ પર નિર્ભર નથી. 


હાલમાં સંતો અને હિંદુવાદી નેતાઓ બાદ પહેલીવાર કોઇ મોટા ભાજપ નેતાએ કાયદો બનાવીને રામ મંદિર નિર્માણની વાત કરી છે. કેશવ પ્રસાદ મોર્ય ઉત્તરપ્રદેશ સરકારમાં ઉપમુખ્યમંત્રી છે, માટે તેમનું નિવેદન ખુબ જ મહત્વપુર્ણ છે. હાલ તો તેમનાં આ નિવેદનનાં કારણે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.આ નિવેદનનાં રાજકારણમાં અલગ અલગ અર્થો પણ કાઢવામાં આવી રહ્યા છે. હાલ તો આ સમગ્ર મુદ્દે અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે. 


ઉલ્લેખનીય છે કે, 9 ઓગષ્ટે કેન્દ્રની મોદી સરકારે એસસી-એસટી એખ્ટ અંગે સુપ્રીમ કોર્ટનાં આદેશને પલટતા સંસદમાં વિધેયક લાવીને કાયદો બનાવ્યો છે. ત્યાર બાદ હિન્દુત્વવાદી સંગઠનો અને સાધુ સંતોની તરફથી રામ મંદિર નિર્માણ માટે પણ સંસદનો રસ્તો અખતિયાર કરે તેવી માંગણી કરી રહ્યા છે. જો કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં વિશાળ સંત-સમ્મેલન સહિત સંતોની વચ્ચે બે અવસર અંગે મંદિર નિર્માણ માટે ધેર્ય જાળવી રાખવાની વાત કરી હતી. જો કે કેશવ પ્રસાદ મોર્યના આ નિવેદનને સંતોની માંગના સમર્થન સ્વરૂપે જોવાઇ રહ્યું છે. 


સ્પષ્ટ છે કે, 2019 નજીક છે, લોકસભાની આ ચૂંટણી પહેલા યૂપીમાં રામ મંદિર મુદ્દે અપાયેલા નિવેદનનાં દરેક રાજકીય અર્થો નિકળી શકે છે. જેથી વિપક્ષ કેશ પ્રસાદ મોર્યની ટીપ્પણીને પણ રાજકીય જુમલા બાજી ગણાવી રહ્યા છે. જો કે આ રાજકીય જુમલા બાજી છે કે પછી સત્ય તે તો આગામી ભવિષ્ય જ જણાવશે. પરંતુ 2014માં તો ભાજપનો પ્રચારનો મુદ્દો હિંદુત્વ અને રામ મંદિર રહ્યો હતો. યુપીમાં તો રામ મંદિરના નામે જ ભાજપ તર્યું તેમ કહી શકાય.