કોરોના સામે જંગ જીતવા પીએમ મોદીએ SAARC નેતાઓ સાથે કરી ચર્ચા, ઇમરજન્સી ફંડ માટે 1 કરોડ ડોલર
સાર્ક દેશોના પ્રતિનિધિઓને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાનો સામનો કરવા ભારતે ભરેલા પગલાંની જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે, તૈયાર રહો, પરંતુ ડરો નહીં આ અમારો મંત્ર છે. પીએમ મોદીએ કોવિડ-19 ઇમરજન્સી ફંડ બનાવવાનું પણ સૂચન કર્યું હતું.
નવી દિલ્હીઃ કોરોના વાયરસનો સામનો કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ પર શનિવારે સાંજે સાઉથ એશિયન એસોસિએશન ફોર રિઝનલ કો-ઓપરેશન (SAARC)ના દેશોના પ્રમુખોએ વીડિયો કોન્ફરન્સ દ્વારા એકબીજા સાથે ચર્ચા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કોવિડ-19 ઇમરજન્સી ફંડ બનાવવાની સૂચન આપ્યું અને ભારત તરફથી તે માટે 1 કરોડ ડોલર આપવાની જાહેરાત કરી હતી. ભારત દ્વારા ભરવામાં આવેલા પગલાંની પણ જાણકારી આપવામાં આવી હતી. સાર્ક નેતાઓએ પીએમ મોદીની આ પહેલા માટેતેમનો આભાર માન્યો અને સાથે મળીને કોરોનાનો સામનો કરવાની વાત કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે, વિશ્વની 20 ટકા આઝાદી વાળા સાર્ક દેશોમાં કોરોના વાયરસના ચેપના મામલા ઓછા છે પરંતુ તમામ દેશોએ મળીને આ પડકારનો સામનો કરવો જોઈએ. તેમણે કહ્યું કે, આપણે સાથે મળીને આ પડકારનો સામનો કરવો અને જીતવું પડશે.
પીએમ મોદીએ રાખ્યો ઇમરજન્સી ફંડ બનાવવાનો પ્રસ્તાવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાર્ક દેશો સાથે ચર્ચા દરમિયાન કોવિડ-19 માટે ઇમરજન્સી ફંડ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. તેમણે કહ્યું કે, આ માટે ભારત 10 મિલિયન અમેરિકી ડોલરની મદદનો પ્રસ્તાવ આવે છે. તેનો ઉપગોય ગમે તે કરી શકે છે. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, આપણે ઇમરજન્સી રિસ્પોન્સ ટીમો માટે ઓનલાઇન ટ્રેનિંગ કેપ્શૂલ પણ બનાવી શકીએ.
પીએમ મોદીએ કહ્યું- ડરવાની જરૂર નથી
નરેન્દ્ર મોદીએ રવિવારે કોરોના વાયરસ પર સાર્ક દેશોની સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આપણે કોરોનાથી ડરવાની જરૂર નથી પરંતુ સાથે લડવાની જરૂર છે. તેમણે કહ્યું કે, સાર્ક દેશોએ સાવધાની રાખવી પડશે.
સાર્ક દેશોમાં 150થી ઓછા કેસ આવ્યા સામે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સાર્ક દેશોમાં 150થી ઓછા કેસ સામે આવ્યા છે. ભારતમાં કોરોનાને લઈને જાગરૂકતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કોરોનાને વિશ્વ આરોગ્ય સંગઠને મહામારી જાહેર કરી છે. કોરોનાથી સાવધાન રહેવાની જરૂર છે. ભારતમાં જાન્યુઆરીથી સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. કોરોનાના ખતરાને જોતા 1400 ભારતીયોને અલગ-અલગ દેશોમાંથી પરત લાવવામાં આવ્યા છે.
- અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું કે, ભારત સાર્કનું મહત્વપૂર્ણ સભ્ય છે. ભારત શંઘાઈ કો-ઓપરેશનનું પણ સભ્ય છે. ચીનના ઉપાય આપણા માટે કેટલા સફળ છે, તે જોવાની જરૂર છે. જેથી આપણે ઈરાનની મદદ કરી શકીએ. તેમણે કહ્યું કે, ચીન અમેરિકા કે પછી ઈરાન વગેરેની વસ્તુ આપણા માટે ઉપયોગી નથી.
- માલદીપના રાષ્ટ્રપતિએ પીએમ મોદીનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે, સંકટના સમયમાં આપણે સાથે આવીએ છીએ. 2003માં સાર્સના ખતરાના સમયે માલદીપે સાર્કના સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠક યોજી હતી. કોઈ દેશ એકલો આ વાયરસનો સામનો ન કરી શકે, તે માટે બધાની મદદ જોઈએ. તેમણે કહ્યું કે, માલદીવ ભાગ્યશાળી છે કે તેને ભારતની સહાયતા મળી છે. તે માટે ભારતના લોકો અને પીએમ મોદીનો આભાર વ્યક્ત કરુ છું. અમારા માટે દવાઓ અને મેડિકલ ટીમ મોકલવામાં આવી છે.
- માલદીવના રાષ્ટ્રપતિએ કહ્યું કે, પહેલો કેસ સામે આવ્યા બાદ પર્યટનમાં ખુબ ઘટાડો થયો છે. જો પર્યટકોમાં ઘટાડો યથાવત રહ્યો તો માલદીવની અર્થવ્યવસ્થા પર પણ તેની અસર પડશે.
- શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેએ વીડિયો કોન્ફરન્સનું આયોજન કરવા માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, શ્રીલંકામાં આ વાયરસને ફેલાતો રોકવો અમારા માટે એક મોટો પડકાર છે. તેમણે કહ્યું કે, શ્રીલંકા પરત આવનારા લોકોને 14 દિવસ સુધી આઇસોલેશનમાં રાખવામાં આવી રહ્યાં છે. અમે યુનિવર્સિટી અને શિક્ષણ સંસ્થાઓને બંધ કરી દીધી છે.
- બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. તેમણે આ સાથે કહ્યું કે, વુહાનથી અમારા 23 વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારતનો આભાર. તેમણે કહ્યું કે, અમે તમામ જિલ્લા હોસ્પિટલોમાં કોવિડ-19ના દર્દીઓ માટે ખાસ બેડ લગાવ્યા છે. અમારી પાસે ટેસ્ટિંગ કિટ, ઇન્ફ્રારેડ થર્મોમીટર વગેરે છે.
- નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ કહ્યું કે, હું પીએમ મોદીનો આ ચર્ચાના આયોજન માટે આભાર માનું છું. ઘણી એજન્સીઓની કો-ઓર્ડિનેશન કમિટી બનાવવામાં આવી છે. અમે વિદેશીઓ અને નોન રેસિડેન્ટ નેપાળી લોકોની અવર-જવર પર પ્રતિબંધ લગાવ્યો છે.
- ભૂટાનના વડાપ્રધાન લોટે શેરિંગે પણ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, આ બીમારીનો સામનો કરવા માટે બધાએ સાથે આવવું જરૂરી છે. અમારા દેશમાં પ્રથમ કેસ સામે આવ્યા બાદ તેની સારવાર અને તેની સંપર્કમાં આવનારા 48 લોકોની ઓળખ કરવા માટે અમે ઘણી મહેનત કરી છે.
- પાકિસ્તાન તરફથી આ રચ્ચામાં જફર મિર્ચા સામેલ થયા હતા. તેમણે કહ્યું કે, જે રીતે કોરોનાથી 138 દેશો પ્રભાવિત છે, તે માટે કોઈપણ દેશ પગલાં ભર્યા વિના રહી શકે નહીં. તેમણે કહ્યું કે, કોવિડ-19ના ફેલાવને સીમિત રાખવામાં પાકિસ્તાન સફળ રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ તેની પ્રશંસા કરી છે.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube