નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે એમસીડી ચૂંટણીમાં બહુમત હાસિલ કર્યા બાદ કહ્યું કે બધાને સાથે લઈને ચાલશે અને દિલ્હીને દમદાર બનાવશે. તેમણે કહ્યું કે દિલ્હીમાં સુધાર કરવા માટે તમામ કોર્પોરેટરોની સાથે કેન્દ્ર સરકાર-પીએમના આશીર્વાદ જોઈએ. કેજરીવાલે કહ્યું કે તે ભાજપ, કોંગ્રેસનો પણ સહયોગ લેશે અને કેન્દ્ર સરકારના સહયોગની પણ અપેક્ષા છે. કેજરીવાલે પોતાના કાર્યકર્તાઓને જીતની શુભેચ્છા આપતા અહંકાર ન કરવાની ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે, અહંકાર કર્યો તો ઉપરવાળો માફ કરશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરવિંદ કેજરીવાલે જનતાનો આભાર વ્યક્ત કરતા કહ્યું કે તેમણે પોતાના પુત્ર-ભાઈને તે લાયક સમજ્યો અને કોર્પોરેશનની જવાબદારી આપી છે. કેજરીવાલે કહ્યુ કે અત્યાર સુધી જનતાએ તેમને શિક્ષણ, સ્કૂલ, હોસ્પિટલ, લાઇટની જવાબદારી આપી હતી, જેને તેણે રાત-દિવસ મહેનત કરી બરોબર કરી છે. હવે સફાઈ, ભ્રષ્ટાચાર ખતમ કરવા અને પાર્કોને ઠીક કરવા સહિત ઘણી જવાબદારી આપી છે. 


MCD પરિણામ: AAP એ ભાજપ પાસેથી સત્તા તો આંચકી પણ આ વિસ્તારમાં લાગ્યો મોટો ઝટકો


કેજરીવાલે તે લોકોનો પણ આભાર માન્યો જેણે આમ આદમી પાર્ટીને મત આપ્યા છે. સાથે તે પણ કહ્યું કે, જે લોકોએ મત નથી આપ્યા તેના કામ પહેલા કરવામાં આવશે. કેજરીવાલે કેન્દ્ર સરકારને મદદની અપીલ કરી છે. તેમણે કહ્યું- દિલ્હીમાં સુધાર કરવા માટે બધાના સહયોગની જરૂર છે. ખાસ કરીને કેન્દ્ર સરકારની મદદ પણ જોઈએ, કેન્દ્ર સરકારનો પણ સહયોગ જોઈએ. હું આ મંચ પરથી કેન્દ્ર સરકાર અને ખાસ કરીને પ્રધાનમંત્રીના આશીર્વાદ ઈચ્છુ છું. કેજરીવાલે કહ્યું કે દિલ્હીના 2 કરોડ લોકો મળીને દિલ્હીની સફાઈ કરીશું. તેમણે કહ્યું કે ભ્રષ્ટાચાર મુક્ત દિલ્હી બનાવવાની છે. કેજરીવાલે કહ્યુ કે દિલ્હીની જનતાએ મેસેજ આપ્યો છે કે સ્કૂલ-હોસ્પિટલ માટે કામ કરીને પણ ચૂંટણી જીતી શકાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube