ભોપાલ : ભાજપ નેતાઓ વચ્ચે દલિત સાથે ભોજન લેવા માટે જાણે હોડ જામી છે ત્યારે કેન્દ્રિય મંત્રી ઉમા ભારતીના એક નિવેદને ભારે વિવાદ ખડો કર્યો છે. મધ્યપ્રદેશના પ્રવાસે આવેલા ઉમા ભારતીએ કહ્યું કે, હું ભગવાન રામ નથી કે દલિતો સાથે ભોજન કરીશું તો તેઓ પવિત્ર થઇ જશે. જ્યારે દલિત આપણા ઘરે આવીને ભોજન કરે તો આપણે પવિત્ર થઇ જઇશું. દલિતને જ્યારે હું પોતાના ઘરમાં પોતાના હાથથી એને ભોજન પીરસી ખવડાવું તો હું ધન્ય થઇ જઇશ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે મુસાફરો પસંદ કરી શકશે પોતાનું મનગમતું ભોજન 


ઉમા ભારતીએ કહ્યું કે, હું ક્યારેય સામાજિક સમરસતા ભોજનમાં ભાગ નથી લેતી, કારણ કે હું મારી જાતને ભગવાન રામ નથી માનતી કે હશબરીના ઘરે જઇને ભોજન કર્યું તો તેઓ પવિત્ર થઇ જાય. પરંતુ મારૂ માનવું છે કે, દલિત જ્યારે મારા ઘરે આવીને ભોજન કરશે તો હું મારી જાતને ધન્ય સમજીશ.


દલિત પર અત્યાચાર, મૂછ ઉખાડી પીવડાવ્યો પેશાબ...


અહીં નોંધનિય છે કે, ભાજપના હાઇ કમાન્ડ તરફથી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને દલિતો વચ્ચે જવા માટેના આદેશ કરાયા છે. જેને પગલે કેન્દ્રિય મંત્રી રવિશંકર પ્રસાદ, યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત એમની કેબેનિટને મંત્રીઓ પણ દલિતો સાથે ભોજન લઇ રહ્યા છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને અમિત શાહ પણ દલિતોના ત્યાં ભોજન લઇ ચૂક્યા છે. આ સંજોગોમાં ઉમા ભારતીના આ નિવેદને વિવાદ ખડો કર્યો છે. કહેવાય છે કે, વર્ષ 2019માં થનાર લોકસભાની ચૂંટણીમાં દલિત વોટ બેંકને ધ્યાનમાં રાખતાં પાર્ટી દ્વારા દલિતો સાથએ ઘનિષ્ઠતા કેળવવા પ્રયાસ કરાઇ રહ્યો છે.