LoC: ભારત-પાક વચ્ચે વધેલા તણાવ પર ચીનની નજર, શાંતિથી મતભેદ ઉકેલવા આપી સલાહ
ચીને કહ્યું કે, તે એલઓપી પર રહેલી સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને તેણે ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવાની અપીલ કરી છે.
પેઇચિંગઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે નિયંત્રણ રેખા પર વધતા તણાવને જોતા પાડોસી દેશ ચીને બંન્ને દેશોનો નિયંત્રણ રાખવાની અપીલ કરી છે. ચીનનું કહેવું છે કે તે સ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને સરહદ પર ઉભી થયેલી સ્થિતિથી ચિંતિત છે. મહત્વનું છે કે 2003ની સીઝફાયર સમજુતીનું ઉલ્લંઘન કરતા પાકિસ્તાની સૈનિક વારંવાર ભારતીય સરહદ પર ગોળીબારી કરી રહ્યાં છે. હાલના સમયમાં તણાવની સ્થિતિ ત્યારે ઉભી થઈ જ્યારે બુધવારે પાકના ફાયરિંગમાં એક જેસીઓ શહીદ થઈ ગયા અને એક મહિલાનું મોત થયું હતું. ભારતે પાકિસ્તાનની હરકતનો વળતો જવાબ આપતા મોર્ટાર ફેંક્યા અને ગોળીબારી કરી જેથી સરહદની બીજી તરફ ભારે નુકસાન થયું છે.
બીજી તરફ, ચીન વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું, અમને સંબંધિત રિપોર્ટ મળ્યો છે અને અમે હાલી સ્થિતિથી ચિંતિત છીએ. ભારત અને પાકિસ્તાન પાડોસી હોવાને નાતે સંયમ રાખે. ચીન બંન્નેને સંયમ રાખવા અને વાતચીતના માધ્યમથી મતભેદને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની અપીલ કરુ છું. સંયુક્ત રૂપે પ્રાદેશિક શાંતિ અને સ્થિરતા જાળવી રાખે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube