નવી દિલ્હીઃ નવી રચાયેલી 'જનનાયક જનતા પાર્ટી'ના નેતા દુષ્યંત ચૌટાલાએ ભાજપ કે કોંગ્રેસને ટેકો આપવા અંગે આયોજિત એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અમારી પાર્ટીના એજન્ડાને જે કોઈ પક્ષ સ્વીકાર કરીને 'લઘુત્તમ સંયુક્ત કાર્યક્રમ' (Common minimum program) તૈયાર કરશે, અમે એ પાર્ટીને ટેકો આપીશું. ગઠબંધન અંગે દુષ્યંત ચૌટાલાએ જણાવ્યું કે, અમારા બધા જ વિકલ્પ ખુલ્લા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુષ્યંત ચૌટાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, જે પાર્ટી હરિયાણાને આગળ લઈ જવાનું કામ કરશે તેની સાથે કામ કરીશું. અમારા ધારાસભ્યો 15 ટકાથી વધુ વોટ શેર સાથે જીત્યા છે. પોતાની પાર્ટીના એજન્ડા અંગે દુષ્યંતે કહ્યું કે, અમે હરિયાણામાં હરિયાણાના લોકોને 75 ટકા રોજગાર અને ચૌધરી દેવીલાલના સમયમાં શરૂ કરાયેલી વૃદ્ધાવસ્થા પેન્શન યોજના અમલમાં મુકવાની વાત કરી છે. 


Haryana Election: ગોપાલ કાંડા મામલે ઉમા ભારતીએ ઉઠાવ્યા સવાલ, ગીતિકા આત્મહત્યા કાંડ યાદ કરાવ્યો


જે કોઈ અમારા આ એજન્ડાને તેમના કાર્યક્રમમાં સામેલ કરશે, અમે તેને ટેકો આપીશું. આ સાથે જ તેમણે કહ્યું કે, જેજેપી હરિયાણામાં આ વખતે સૌથી મોટી પ્રાટી બનીને બહાર આવી છે.


મહારાષ્ટ્રઃ નાયબ મુખ્યમંત્રી નહીં પરંતુ મુખ્યમંત્રી પદ જ જોઈએ છે શિવસેનાને
 
સૂત્રો અનુસાર હરિયાણામાં સૌથી મોટી પાર્ટી ભાજપ અપક્ષોના સમર્થનથી સરકાર બનાવવા જઈ રહી છે. 26 ઓક્ટોબરના રોજ ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠકમાં મનોહર લાલ ખટ્ટરને નેતા પસંદ કરાશે અને તેમને આવતીકાલે એટલે કે શનિવારે જ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવાશે. દિવાળી પછી મંત્રીમંડળની રચના કરાશે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...