નવી દિલ્હીઃ રશિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવનું સમર્થન ન કરવા માટે ભારત, ચીન અને સંયુક્ત અરબ અમીરાતનો આભાર માન્યો છે. યુનાઇટેડ નેશન્સમાં રશિયાના રાજદૂત વસીલી નેબેંજિયાએ કહ્યુ કે, અમે તે લોકોનો આભાર વ્યક્ત કરીએ છીએ, જેણે આ પ્રસ્તાવનું સમર્થન કર્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યુક્રેનના મુદ્દા પર રશિયા વિરુદ્ધ નિંદા પ્રસ્તાવ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારત, ચીન અને સંયુક્ત અરબ અમીરાતે વોટિંગ ન કરવાનો નિર્ણય લીધો હતો. 11 દેશોએ આ પ્રસ્તાવનું સમર્થન કર્યું હતું, પરંતુ રશિયાએ આ પ્રસ્તાવ પર વીટો કરી દીધો હતો. પરિષદના સ્થાયી સભ્યના રૂપમાં રશિયાની વીટો શક્તિને કારણે નિંદા પ્રસ્તાવ પાસ થઈ શક્યો નહીં. 


રશિયા યુક્રેની લોકોનો વીટો ન કરી શકે
સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકી રાજદૂત લિંડા થોમસ-ગ્રીનફીલ્ડે મતદાન બાદ કહ્યુ કે, હું એક વાત સ્પષ્ટ કરી દઉં. રશિયા આ પ્રસ્તાવને વીટો કરી શકે છે, પરંતુ અમારા અવાજને વીટો ન કરી શકે. સત્યને વીટો ન કરી શકે. અમારા સિદ્ધાંતોનો વીટો કરી શકે નહીં. યુક્રેની લોકોને વીટો ન કરી શકે. 


મહત્વનું છે કે ભારતે આ પ્રસ્તાવ પર વોટિંગથી દૂર રહેતા એક સ્પષ્ટીકરણ જાહેર કર્યું અને કૂટનીતિ અપનાવવા પર ભાર આપ્યો હતો. ભારતે કહ્યું કે, અમે બધાની સંપ્રભુતા અને અખંડવાનું સન્માન કરવુ જોઈએ. 


આ પણ વાંચોઃ સરહદી ચેકપોસ્ટ પર સ્થિતિ સારી નથી, જાણ કર્યા વિના ન જશો; યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે નવી એડવાઈઝરી


શું છે ભારતની નીતિ?
વોટિંગથી દૂર રહેવું ભારતની રણનીતિનો ભાગ છે. રશિયા અને અમેરિકા સાથે સારા સંબંધને જોતા ભારત ઈચ્છે તો મોસ્કો અને વોશિંગટનને વાતચીત માટે એક જગ્યાએ બેસાડી શકે છે. સાથે ભારત સીધુ કોઈ એક પક્ષને યુક્રેન મુદ્દા પર સમર્થન કરવાથી બચતું રહ્યું છે કારણ કે ભારતને બંને પક્ષે સારા સંબંધ છે. 


યુક્રેને ભારતને અપીલ કરી હતી કે તે રશિયા સાથે વાતચીત કરી રશિયન આક્રમણને રોકવાની દિશામાં કામ કરે. પીએમ નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત દરમિયાન રશિયાને કૂટનીતિ અને વાતચીતના માધ્યમથી સ્થિતિને હલ કરવાની અપીલ કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube