ભાજપ નકલી હિન્દુત્વવાળી પાર્ટી, અમે ગઠબંધનમાં બરબાદ કર્યા પોતાના 25 વર્ષઃ ઉદ્ધવ ઠાકરે
Uddhav Thackeray on BJP Hindutva: ભાજપના હિન્દુત્વને લઈને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કટાક્ષ કર્યો છે. તેમણે ભાજપ અને શિવસેનાના પૂર્વમાં રહેલા ગઠબંધન પર પણ પ્રતિક્રિયા આપી છે.
મુંબઈઃ એક સમયે ગઠબંધનના સાથી શિવસેના અને ભાજપ હવે એકબીજા પર પ્રહાર કરવાની કોઈ તક ગુમાવતા નથી. બંને પાર્ટી હિન્દુત્વના નામ પર આશરે 25 વર્ષ સાથે રહી તો હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ભાજપને હિન્દુત્વને લઈને નિશાન સાધ્યુ છે. તેમણે મુંબઈમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યુ કે, ભાજપ સાથે ગઠબંધન કરવામાં તેમની પાર્ટીના 25 વર્ષ ખરાબ થઈ ગયા.
મુંબઈમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, મોંઘવારીની વાત કોઈ કરતુ નથી. અમે ભાજપ સાથે ગઠબંધનને કારણે અમારા 25 વર્ષ ખરાબ કર્યા, તે સૌથી ખરાબ છે. નકલી હિન્દુત્વ પાર્ટી જે પહેલા અમારા સાથે હતી. તેમણે આગળ કહ્યું કે, અમારૂ હિન્દુત્વ ગદાધારી છે. જમ્મુ-કાશ્મીરમાં તાલુકા કાર્યાલયમાં આતંકીઓએ રાહુલ ભટની હત્યા કરી, હવે તમે (ભાજપ) શું કરશો? શું તમે ત્યાં હનુમાન ચાલીસા વાંચશો?
અમિત શાહનો હુંકાર, કહ્યું- તેલંગણાને બંગાળ બનાવવા ઈચ્છે છે ચંદ્રશેખર રાવ
15 જૂને આદિત્ય જશે અયોધ્યા
શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉતે જાણકારી આપી છે કે મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી આદિત્ય ઠાકરે 15 જૂને અયોધ્યા જશે. તેમણે તે સ્પષ્ટ કર્યુ નથી કે આદિત્ય અયોધ્યામાં કોઈ સભા કે રેલી કરવાના છે કે માત્ર પાર્ટીના લોકો સાથે બેઠક કરવા જઈ રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube