હિરોશિમાઃ PM Modi In Quad Summit Japan: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવાર (20 મે) એ જાપાનના હિરોશિમામાં ક્વાડ (Quad)દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે બેઠક કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે અમને 2024માં ભારતમાં ક્વાડ શિખર સંમેલનની યજમાની કરવામાં ખુશી થશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બનીઝ અને જાપાની પ્રધાનમંત્રી ફુમિયો કિશિદાની સાથે બેઠકમાં પીએમ મોદીએ કહ્યુ કે, મને આ ક્વાડ સમિટમાં ભાગ લેતા ખુશી થઈ રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે ક્વાડ ગ્રુપ ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. તેમાં કોઈ શંકા નથી કે ઈન્ડો-પેસિફિક એ વેપાર, નવીનતા અને વૃદ્ધિનું એન્જિન છે. અમે સર્વસંમત છીએ કે ઈન્ડો-પેસિફિકની સુરક્ષા અને સફળતા માત્ર ક્ષેત્ર માટે જ નહીં પરંતુ વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. રચનાત્મક એજન્ડા સાથે, અમે સહિયારા લોકતાંત્રિક મૂલ્યોના આધારે આગળ વધી રહ્યા છીએ.


યુક્રેન યુદ્ધ મારા માટે માનવતાનો મુદ્દો, સમાધાન માટે પ્રયાસ કરીશુંઃ પીએમ મોદી


આપણે બે વર્ષોમાં સારી પ્રગતિ કરી- બાઇડેન
આ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસે કહ્યું કે હું ફરીથી નજીકના મિત્રોમાં આવીને ખુશ છું. ખુલ્લા, સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક પ્રદેશ માટે સાથે ઊભા છીએ. તે એક એવો વિસ્તાર છે જ્યાં સાર્વભૌમત્વનું સન્માન કરવામાં આવે છે અને પ્રાદેશિક સંતુલન નાના અને મોટા તમામ દેશોને લાભ આપે છે. તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે મને લાગે છે કે લોકો આજથી 20-30 વર્ષ પછી આ ક્વોડને જોશે અને કહેશે કે પરિવર્તન ફક્ત ક્ષેત્રમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ગતિશીલ છે. મારા મતે છેલ્લા બે વર્ષમાં આપણે સારી પ્રગતિ કરી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube