લખનઉ (ઉત્કર્ષ ચતુર્વેદી): સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ તથા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે પ્રદેશ તથા કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે યૂપી તથા કેન્દ્રની સરકારો માત્ર નિવેદનબાજી કરી રહી છે. પ્રદેશ અને દેશના વિકાસ પ્રત્યે તેનું કોઈ ધ્યાન નથી. તેમણે કહ્યું કે, દેશ ઈચ્છે છે કે આગામી ચૂંટણી બાદ નવા વડાપ્રધાન બને, તેથી યુવાનોની લડાઈ દેશને નવા વડાપ્રધાન આપવાની હશે, જેથી દેશમાં ખુશી આવી શકે. સમાજવાદી પાર્ટી ભાજપ વિરુદ્ધ યૂપીમાં એક સાઇકલ યાત્રા કાઢી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપ પર દેશના અસલ મુદ્દા પરથી ધ્યાન હટાવવાનો આરોપ લગાવતા તેમણે કહ્યું કે, ભ્રમિત કરવાની શક્તિ ભાજપ પાસે છે. જૂઠ ફેલાવવું, ષડયંત્ર પરવું, લોકોની વચ્ચે નફરત ફેલાવવી, તેમાં તેને ડિગ્રી મળેલી છે. તેઓ વ્યાવસાયિક લોકો છે. સવાલ છે કે આખરે ગરીબી, બેરોજગારી પર કોઈ વાત કેમ કરવામાં આવતી નથી. ભાજપે 2014ની ચૂંટણીમાં જે વાયદાઓ કર્યા, તેના પર અમલ કરવાની વાત કરવામાં આવતી નથી. 


અખિલેશ યાદવે કહ્યું કે, પ્રદેશના કિસાન હજુપણ સરકાર દ્વારા દેવામાફીની રાહ જોઈ રહ્યાં છે. મહોબા અને હમીરપુરમાં કિસાનોએ આત્મહત્યા કરી છે. યુવાનોને નોકરી મળતી નથી. સરકાર નોકરી આપી શકી નથી. 


પૂર્વ સીએમે કહ્યું કે, હાલમાં અમે 11 પ્રશંસાપાત્ર વિદ્યાર્થીઓને લેપટોલ આપ્યા હતા. અમે સરકારને યાદ અપાવવા ઈચ્છીએ છીએ કે ભાજપે પોતાના ઘોષણાપત્રમાં કોઈ ભેદભાવ કર્યા વિના તમામને લેપટોપ આપવાનું વચન આપ્યું હતું. આ સરકારનું પ્રથમ અને બીજુ બજેટ પણ આવી ગયું અને અનુપૂરક બજેટ પણ નિકળી ગયું છે પરંતુ વિદ્યાર્થીઓ હજુ લેપટોપની રાહ જોઈ રહ્યાં છે. 



તેમણે કહ્યું કે, સમાજવાદી પાર્ટી 19 સપ્ટેમ્બરથી સાઇકલ યાત્રા કરવા જઈ રહી છે. અમારા યુવાનો સાયકલ ચલાવી રહ્યાં છે. જે એક્સપ્રેસવે પર સુખોઈ અને મિરાજ ઉતર્યા હતા. આ યાત્રામાં અખિલેશ પોતે કન્નોજથી ઉન્નાવ સુધી સાયકલ ચલાવશે.