ઇમરજન્સીનાં કાળા દિવસોને અભ્યાસક્રમમાં સમાવાશે : પ્રકાશ જાવડેકર
તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 25 જુન, 1975થી માંડીને 21 માર્ચ, 1977 સુધી ઇમરજન્સી જાહેર કરી દેવાઇ હતી
નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટી ઇમરજન્સીની વર્સીને કાળા દિવસ સ્વરૂપે મનાવી રહ્યા છે. ભાજપનાં તમામ મોટા નેતાઓએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઇને ઇમરજન્સી દરિયાન લોકોને થયેલી સમસ્યા અંગે જણાવાયું. આ ક્રમમાં કેન્દ્રીય માનવ સંસાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે કહ્યું કે, પાઠ્યક્રમોમાં ઇમરજન્સી સાથે જોડાયેલો વિષય છે પરંતુ ઇમરજન્સી કેવા પ્રકારે લાગુ કરવામાં આવી અને લોકશાહીનાં ઇતિહાસમાં આ કાળનો અધ્યાય શા માટે કહેવામાં આવે છે, આ તમામની માહિતીઓને પણ તેઓ પાઠ્યક્રમોમાં સમાવિષ્ટ કરાવશે, જેથી આગામી પેઢી તે અંગે જાણી શકે.
કોંગ્રેસ પર આરોપ લગાવ્યો કે દેશમાં ઇમરજન્સીમાં ઝોંકનારી કોંગ્રેસ આજે લોકશાહીની દુહાઇ આપી રહી છે. તેમણે કહ્યું કે, શાળા પાઠ્યક્રમોમાં ઇમરજન્સીનાં કાળનાં અધ્યાયોનો સમાવેશ કરવામાં આવશે, જેથી તેઓ આવતી પેઢી જાણી શકે કે તેનાં પુર્વજોએ ઇમરજન્સી દરમિયાન કેવા -કેવા પ્રકારની યાજનાઓ સહી હતી. આ દિવસોને યાદ કરતા કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ ફેસબુક પર લખ્યુંકે, આ જાહેર કરાયેલી નીતિનાં આધારે એક બિનજરૂરી ઇમરજન્સી હતો કે ઇન્દિરા ગાંધી ભારત માટે અપિહાર્ય હતી અને તમામ વિરોધી અવાજોને દબાવી દેવામાં આવ્યા હતા. લોકશાહીને સંવૈધાનિક હિટલરશાહીમાં પરિવર્તીત કરવા માટે સંવૈધાનિક પ્રાવધાનોનો ઉપયોગ કરવામાં આવ્યો.
1971માં ઇન્દિરા ગાંધીએ લગાવી હતી ઇમરજન્સી
અત્રે ઉલ્લેખનીય છે કે, તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ 25 જુન, 1975થી માંડીને 21 માર્ચ, 1977 સુધી ઇમરજ્સી જાહેર કરી દેવામાં આવી હતી. ઇમરજન્સી દરમિયાન લાખો લોકોને જેલમાં મોકલી દેવામાં આવ્યા. મીડિયાને પણ સરકાર પોતાનાં નિયંત્રણમાં રાખ્યા હતા. 21 મહિના સુધી સતત ઇમરજન્સીનો સમય ચાલ્યો. આઝાદ ભારતનાં ઇતિહાસમાં આ સૌથી વિવાદાસ્પદ અને બિનલોકશાહીક કાળ હતો. ઇમરજન્સીમાં ચૂંટણી સ્થગીત થઇ ગયા તથા નાગરિક અધિકારોને સમાપ્ત કરી દેવામાં આવ્યા. ઇન્દિરા ગાંધીના રાજનીતિક વિરોધીઓને કેદ કીર લેવામાં આવ્યા અને પ્રેસ પર પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા. ઇંદિરા ગાંધીના પુત્ર સંજય ગાંધીના નેતૃત્વમાં મોટાપ્રમાણમાં નસબંધી અભિયાન ચલાવ્યું હતું.