35A મુદ્દે ફારૂક અબ્દુલ્લાએ લોકસભા ચૂંટણીના બહિષ્કારની ધમકી આપી
જમ્મુ કાશ્મીરમાં રોજિંદી રીતે રાજકીય ગરમી વધી રહી છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે જો કેન્દ્ર સરકારે અનુચ્છેદ 35એ અને અનુચ્છેદ 370 પર પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું તો તેમની પાર્ટી માત્ર પંચાયત અને વિધાનસભા ચૂંટણી જ નહી પરંતુ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરશે.
શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં રોજિંદી રીતે રાજકીય ગરમી વધી રહી છે. નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ફારુક અબ્દુલ્લાએ કહ્યું છે કે જો કેન્દ્ર સરકારે અનુચ્છેદ 35એ અને અનુચ્છેદ 370 પર પોતાનું વલણ સ્પષ્ટ નથી કર્યું તો તેમની પાર્ટી માત્ર પંચાયત અને વિધાનસભા ચૂંટણી જ નહી પરંતુ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરશે.
અગાઉ પણ અબ્દુલ્લા કહી ચુક્યા છે કે કેન્દ્ર સરકારને અનુચ્છે 35એ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરવું જોઇએ. ગત્ત પાંચ સપ્ટેમ્બરને તેમણે કહ્યુંહ તું કે જ્યા સુધી કેન્દ્ર સરકાર તે અંગે પોતાનું વલણ સ્પષ્ટ નથી કરતી અને રાજ્યમાં શાંતિના પ્રયાસોને આગળ નથી વધારતી તો અમે આ ચૂંટણીમાં ભાગ લઇશું.
ફારુકને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)ની મહેબુબા મુફ્તી વચ્ચેનું અંતર ઘટતું દેખાય છે. મહેબુબા મુફ્તી પણ અનુચ્છેદ 35એનો હવાલો ટાંકતા પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લઇ ચુક્યા છે. 6 સપ્ટેમ્બરે પીડીપીના કોર ગ્રુપની બેઠક બાદ પાર્ટી પ્રવક્તા રફી મીરે જણાવ્યું કે, પીડીપી પંચાયત ચૂંટણીથી દુર રહેશે. હાલની પરિસ્થિતી ચૂંટણી માટે પુરતી નથી અને જ્યા સુધી કેન્દ્ર સરકાર અનુચ્છેદ 35એ અંગે પોતાનું વલણ સ્પષ્ટ નથી કરતી, પીડીપી આ પ્રક્રિયામાં ભાગ નહી લે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 35એના મુદ્દે સુનવણી હજી સુપ્રીમ કોર્ટમાં ચાલી રહી છે. સરકારની તરફતી સુપ્રીમ કોર્ટમાં કહેવામાં આવ્યું હતું. રાજ્યમાં હાલ પંચાયત ચૂંટણી યોજાવાની છે માટે સુનવણી આગલ વધારવામાં આવે. 35એ મુદ્દે રાજ્યમાં સતત વિરોધ થઇ રહ્યો છે, જે સમયે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દાની સુનવણી થઇ રહી હતી ત્યારે પણ ઘણીવાર રાજ્યમાં બંધનું આહ્વાહન કરવામાં આવ્યું હતું.
જો કે પંચાયત ચૂંટણી મુદ્દે હજી સુધી તારીખોની જાહેરાત નથી થઇ, પરંતુ ઓક્ટોબર-નવેમ્બરમાં મતદાન થવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પણ રાજ્યપાલ શાસન ચાલી રહ્યું છે.