કુરુક્ષેત્રઃ હરિયાણા વિધાનસભા ચૂંટણી 2019ના પ્રચારમાં જોડાયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કુરુક્ષેત્રમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, "આ દશેરાના દિવસે ભારતને ફ્રાન્સ પાસેથી પ્રથમ યુદ્ધ વિમાન રાફેલ મળ્યું. શું આ તમારા માટે ખુશીની વાત નથી? આપણને ગર્વ અને આનંદ થાય છે, જ્યારે દેશની તાકાત વધે છે. ખબર નહીં, દેશના લોકો જ્યારે ખુશ થાય છે ત્યારે કોંગ્રેસના લોકો પરેશાન થાય છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડાપ્રધાને કહ્યું કે થાનેસરના બાસમતીની સુગંધ કોઈ ભુલી શકે એમ નથી. હું આજે એવા દિવસે આવ્યો છું જ્યારે ગુરૂનાનાક જીના 550મા પ્રકાશ પર્વની તૈયારીઓ થઈ રહી છે. મને આનંદ છે કે કરતારપુર કોરિડોર પણ ખુલવાનો છે. 


વાડ્રા પર નિશાન સાધતા પીએમ મોદીએ કહ્યું કે, અગાઉ કોંગ્રેસની નજર હરિયાણાની ધરતી પર ટકેલી રહેતી હતી. રાજ્યમાં ભાજપની સરકાર આવ્યા પછી જમીનના કૌભાંડો પર ઊંડો ઘા પડ્યો છે. લોકસભા સમયે અમે ત્રણ મોટા વચન આપ્યા હતા. અમે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા મજબુત કરીશું, રાષ્ટ્રભાવના મજબુત કરીશું અને ખેડૂતોની આવક વધારીશું. અમે ઘણા ઓછા સમયમાં આ તમામ વચન પુરા કર્યા છે. 


જુઓ LIVE TV....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....