નવી દિલ્હીઃ દેશની રાજધાનિ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં બુધવારે સવારે વાતાવરણ અચાનક જ બદલાઈ ગયું છે. અહીં સર્વત્ર ચોમાસા પહેલા જ વરસાદી માહોલ જામ્યો છે. વાદળો છવાઈ ગયા છે અને ઠંડક પ્રસરી ગઈ છે. બુધવારે દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ચંદીગઢમાં પડેલા વરસાદને કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર પશ્ચિમ ભારતમાં એક પછી એક 3 વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર જોવા મળી રહી છે, જેના કારણે મેદાની વિસ્તારોની સાથે-સાથે પર્વતિય વિસ્તારોમાં પણ હવામાનમાં સંપૂર્ણ પરિવર્તન આવી ગયું છે. 


કયા-કયા રાજ્યોમાં અસર
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પશ્ચિમ રાજસ્થાનથી માંડીને પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં વાદળો ઘેરાઈ ગયા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વ ઈરાન અને પાકિસ્તાનના માર્ગે ઉત્તર-પશ્ચિમ ભારતમાં પ્રવેશ કરી રહ્યું છે. જેના કારણે દિલ્હી-NCRમાં હવામાન બદલાઈ રહ્યું છે. 


આ રાજ્યોમાં રહેશે લૂની અસર
ઉત્તર ભારતમાં ભલે હવામાન બદલાઈ ગયું હોય, પરંતુ મહારાષ્ટ્રના વિદર્ભ, છત્તીસગઢ, તેલંગાણા, તમિલનાડુ અને પોડુચેરીમાં ગરમ હવાઓ પોતાનો પ્રકોપ દેખાડશે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ધૂળ ભરેલી આંધી ચાલવાની પણ આગાહી છે. 


OMG ! વ્યક્તિના પેટમાંથી નિકળી 116 ખીલી, છરા અને તાર, ડોક્ટરો પણ રહી ગયા ચકિત! 


હળવાથી ભારે ઝાપટા
પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને આસામના કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. હિમાચલમાં અનેક જગ્યાએ કરા પડવાની સંભાવાન છે. ઉત્તર ભારતમાં 17 મે સુધી આ પ્રકારનું વાતાવરણ રહેવાની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરાઈ છે. 


જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ
જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં તોફાની પવનની સાથે વરસાદ પડવાની સંભાવના છે. આગામી બે-ત્રણ દિવસમાં પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાનમાં મોટાભાગના વિસ્તારોમાં ધૂળની આંધીની સાથે-સાથે વરસાદ પણ પડી શકે છે. 


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...