નવી દિલ્હી : હવામાન વિભાગે મધ્યપ્રદેશ અને ગોવા સહિત છ રાજ્યોમાં આગામી 24 કલાકમાં મુશળધાર વરસાદની ચેતવણી બહાર પાડી છે. વિભાગની તરફથી શુક્રવારે પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશનાં દક્ષિણ પશ્ચિમી વિસ્તાર અને સીમાવર્તી ગુજરાત અને મધ્ય તથા ઉત્તર મહારાષ્ટ્રની ઉપર હવાનું દબાણ સર્જાવાને કારણે આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જ કારણે ઉત્તરી કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર, તેલંગાણા તથા ઉત્તરી કર્ણાટકના આંતરિક વિસ્તારમાં મુશળધાર વરસાદની ચેતવણી ઇશ્યું કરવામાં આવી છે. તે ઉપરાંત રાજસ્થાનનાં દક્ષિણ પુર્વી વિસ્તાર અને મધ્ય પ્રદેશના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં મહત્તમ સ્થળો પર આગામી 24 કલાક સુધી જોરદાર વરસાદની સંભાવનાને જોતા ભારે વરસાદ જનિત તમામ સંભવિત સ્થિતીઓને પહોંચી વળવા માટેની ચેતવણી આપવામાં આવી છે. 

કેરળમાં પરિસ્થિતી વણસી
કેરળમાં વરસાદ જનિત ઘટનાઓમાં કાલે માત્ર એક જ દિવસમાં 100થી વધારે લોકોનાં મોત થઇ ગયા. બીજી તરફ રાજ્યમાં આજે હોસ્પિટલમાં ઓક્સીજનની ઉણપ અને પેટ્રોલ પંપમાં ઇંધણની અછતના કારણે સંકટ ઘેરાઇ ગયું છે. અધિકારીઓએ આજે આ માહિતી આપી. આશરે એક સદીમાં આવેલ આ પ્રલયકારી પુરમાં આઠ ઓગષ્ટ બાદ  અત્યાર સુધી 173 લોકોનાં મોત થઇ ચુક્યા છે.