Weather update today: આગ ઓકતી ગરમી અને લૂની માર સહન કરી રહેલા દેશવાસીઓને 16 જૂન બાદ રાહત મળી શકે છે. હવામાન વિશેષજ્ઞોએ દાવો કર્યો છે આગામી અઠવાડિયાથી પ્રી મોનસૂનની ગતિવિધિઓ શરૂ થશે. જેની અસર પહાડોથી લઇને મેદાની વિસ્તારો સુધી જોવા મળશે. આ દરમિયાન લૂની માર સહન કરી રહેલા દિલ્હી, હરિયાણા, પંજાબ અને યૂપીમાં વરસાદથી થોડી રાહત મળવાનું અનુમાન છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉત્તર, પશ્વિમ અને મધ્ય ભારતમાં ચાલી રહેલી લૂથી શુક્રવારે થોડી રાહત મળી અને સાગામી અઠવાડિયે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો હોવાની સંભાવના છે. ભારત હવામાન વિભાગે તેની જાણકારી આપી છે. હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા, દિલ્હી, ઝારખંડ, પંજાબ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગમાં દિવસ દરમિયાન લૂની સ્થિતિ રહી અને ઉત્તર પ્રદેશમાં બાંદા દેશમાં સૌથી ગરમ સ્થળ રહ્યું જ્યાં અધિકતમ તાપમાન 46.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. 


આ રાજ્યોના 25 શહેરો અને કસ્બામાં મેક્સિમમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. જોકે એવા શહેરોની સંખ્યા બુધવારે અને ગુરૂવારે 42 અને 32 હતી. પછુઆ હવાના શુષ્ક અને ગરમ હોવાના કારણે પશ્વિમોત્તર અને મધ્ય ભારત બે જૂનથી જોરદારની લૂની ચપેટમાં છે. 


ભારત હવામાન વિજ્ઞાન વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આર કે જેનામનિ 'એપ્રિલના અંત અને મેના મુકાબલે લૂની તીવ્રતા ઓછી છે પરંતુ પ્રભાવનું ક્ષેત્ર લગભગ બરાબર છે.