IMD Weather forecast: દેશના હવામાનની વાત કરીએ તો પૂર્વોત્તર અસમ પર ચક્રવાતી પરિભ્રમણમાંથી પસાર થતાં તે નાગાલેન્ડ સુધી ફેલાયેલ છે. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ આસામમાં એક કે બે ભારે સ્પેલ સાથે હળવાથી મધ્યમ વરસાદ થયો હતો.પૂર્વોત્તર, ગંગીય પશ્વિમ બંગળ, તટીય ઓડિશા અને ઉત્તરાખંડમાં સામાન્યથે હળવા અને ગાજવીજ સાથે છાંટા પડ્યા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેરળ અને લક્ષદ્વીપમાં છૂટોછવાયો હળવો વરસાદ થયો. પહાડોમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે રાજધાની દિલ્હીનું હવામાન છેલ્લા કેટલાક દિવસોથી બરાબર છે. જ્યારે બિહાર, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં કેટલાક સ્થળોએ ગરમી અને વિવિધ ભાગોમાં હિટવેવ (heatwave) ની લહેર જોવા મળી હતી. ઝારખંડ, ઓડિશા, તેલંગાણા અને રાયલસીમાના ભાગોમાં હીટ વેવની સ્થિતિ સર્જાઈ હતી.


heatwave alert: આજે આ રાજ્યોમાં લૂથી બચીને
હવામન વિભાગ (IMD) ના અનુસાર જલદી જ દેશના ઘણા વિસ્તારોમાં પ્રચંડ ગરમીનો દૌર શરૂ થવાનો છે. જેના અંતગર્ત અધિકતમ તાપમાન 44 થી 47 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે. 3 થી 6 મે સુધી મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠાવાડામાં ગરમ રાહ થવાનું અનુમાન છે. હવામન વિભાગે ગાંગેય બંગાળ, ઉત્તરી ઓડિશા અને પૂર્વી ઝારખંડના અધિકત્તમ તાપમાનમાં વધારાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


IMD એ આગાહી કરી છે કે આજ સુધી એટલે કે 3 મે સુધી આ વિસ્તારોમાં તીવ્ર ગરમી રહેશે. જેની તીવ્રતા આગામી ત્રણ દિવસમાં કંઈક અંશે ઘટવાની આશા છે. જ્યારે દક્ષિણ આંધ્ર પ્રદેશમાં, દેશના વિવિધ ભાગોમાં આગામી બે દિવસ સુધી તીવ્ર ગરમીની અપેક્ષા છે, ત્યારબાદ બેથી ત્રણ દિવસ સુધી હીટ વેવની સ્થિતિ યથાવત રહેશે. આજે બિહાર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કેટલાક સ્થળોએ હીટ વેવની સ્થિતિ સર્જાઈ શકે છે. કેરળ, તેલંગાણા અને રાયલસીમાના કેટલાક ભાગોમાં હીટ વેવની સ્થિતિ આવી શકે છે.


આગામી 24 કલાક દરમિયાન હવામાનની સંભવિત ગતિવિધિ
હવામાન વિભાગના અનુસાર આગામી થોડા દિવસોમાં દિલ્હીમાં વરસાદ થઇ શકે છે, જેના લીધે આકાશમાં વાદળો છવાયેલા રહેશે. આજે 3મેના રોજ અધિકતમ તાપમાન 37 થી 38 ડિગ્રી તો ન્યૂનતમ તાપમાન 20 થી 22 ડિગ્રી સુધી રહેશે. આગામી 24 કલાક દરમિયાન અરૂણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. અરૂણાચલ પ્રદેશમાં હળવાથી મધ્ય્મ હિમવર્ષા થઇ શકે છે. 4મેના રોજ પશ્વિમી હિમાલય ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા શરૂ થઇ જશે જે અટકી અટકીને આગામી 5 થી 6 દિવસ સુધી ચાલુ રહેશે. 


rainfall alert: વરસાદનું એલર્ટ
'સ્કાઇમેટ વેધર' ના અનુસાર આજે પૂર્વોત્તર ભારતના કેટલાક સ્થળો પર હળવા વરસાદની આગાહી છે. કેરલ અને દક્ષિણી તમિલનાડુમાં હળવા છાંટા પડી શકે છે.