weather news : ઉત્તર ભારતમાં એકવાર ફીથી હવામાનનો મિજાજ બદલાવવાનો છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં 14 માર્ચ સુધી વરસાદ અને હિમવર્ષા થશે. જ્યારે મેદાની વિસ્તારોમાં 13 માર્ચ સુધી વરસાદ પડશે. યુપી, પંજાબ, હરિયાણામાં કાલે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશમાં વરસાદનો રેકોર્ડ તૂટ્યો છે. આ ઉપરાંત સબ હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો, કેરળમાં વરસાદ પડ્યો છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થશે કે નહીં તે પણ ખાસ જાણો. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માર્ચમાં ઉત્તર તરફ આગળ વધવાનું શરૂ કરે છે. આ કારણોસર આગાહી કરવી મુશ્કેલ છે. આ જ કારણ છે કે આ વખતે દિલ્હી જેવા સરહદી વિસ્તારોમાં હવામાનની સચોટ આગાહીને અસર થઈ છે. પરંતુ ગુજરાતમાં તેની અસર નહિવત છે. ગુજરાતમાં હાલ વરસાદની કોઈ આગાહી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

13 અને 14 તારીખના રોજ વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ


હવામાન વિભાગે જણાવ્યું છે કે આજથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. જેના કારણે જમ્મુ કાશ્મીર, લદાખ, ગિલગિત બાલ્ટિસ્તાન, હિમાચલ પ્રદેશમાં 12 અને 14 તારીખે વરસાદ પડશે. જ્યારે હિમવર્ષાનું પણ એલર્ટ છે. આ ઉપરાંત ઉત્તરાખંડમાં 12 માર્ચે હિમવર્ષાનું એલર્ટ અપાયેલું છે. જ્યારે 13 અને 14 તારીખના રોજ વરસાદ અને હિમવર્ષાનું એલર્ટ છે.  ઉત્તર ભારતના મેદાની વિસ્તારોની વાત કરીએ તો પંજાબમાં 14 માર્ચ સુધી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, અને રાજસ્થાનમાં 13 માર્ચ ના રોજ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પંજાબમાં 13 માર્ચના રોજ આંધી તોફાન અને વીજળી પણ કડકી શકે છે. આ સિવાય અરુણાચલ પ્રદેશમાં 15 માર્ચ સુધી વરસાદ પડી શકે છે. અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમમાં 13 અને 14 માર્ચે વરસાદ પડી શકે છે. 


ગુજરાતમાં કેવું રહેશે હવામાન
રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગની આગાહી પણ ચેતી જજો. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી ૫ દિવસ વાતાવરણ શુષ્ક રહેશે. રાજ્યમાં હવે ગરમીની શરૂઆત થઈ રહી છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન ઊંચકાયું છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે. રાજ્યમાં સીઝનનું પ્રથમ વખત તાપમાન 37 ડિગ્રી પાર ગયું છે. રાજકોટમાં સૌથી વધુ મહત્તમ 37.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો નલિયા માં સૌથી ઓછું લઘુત્તમ 15.0 ડિગ્રી નોંધાયુ છે. અમદાવાદ લઘુત્તમ 18.3 મહત્તમ 34.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો ગાંધીનગરમાં લઘુત્તમ16.5  મહત્તમ 34.4 ડિગ્રી તાપમાન નોંધ્યું છે. 


શું કહે છે અંબાલાલ
બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, માર્ચ માસમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. એપ્રિલ અને મે મહિનામા બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે. 13 માર્ચ સુધી ગરમી રહેશે. હવામાન નિષ્ણાતે જણાવ્યુ કે, 20 માર્ચના રોજ સુર્ય ઉતરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા, પવન ફૂંકાશે. ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અંબાલાલ પટેલનું અનુમાન છે. આ સાથે તેમણે જણાવ્યુ કે, પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે. આંબા પર મોર આવ્યા છે તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો આંબા પર મોર ખરી પડવાની શક્યતા રહે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube