બંગાળની ખાડીમાં ઉદભવેલું એક હળવા દબાણનું ક્ષેત્ર હવે ડીપ્રેશનમાં ફેરવાઈ ચૂક્યું છે. હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર પશ્રિમ અને તેની નજીક પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીની ઉપર બનેલા ઓછા દબાણનું ક્ષેત્ર શુક્રવારે દક્ષિણ ઓડિશા અને ઉત્તરી આંધ્ર પ્રદેશ તટના ક્ષેત્રમાં એક ડીપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યાંમુજબ તે ઓડિશાના પુરીથી લગભગ 50 કિમી દક્ષિણ-દક્ષિણપશ્ચિમ, ગોપાલપુરથી 90 કિમી પૂર્વ, પારાદીપથી 140 કિમી દક્ષિણ-પશ્ચિમ અને કલિંગપટ્ટનમ (આંધ્ર પ્રદેશ)થી 200 કિમી ઉત્તર પૂર્વમાં છે.  તેના ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને શનિવાર બપોર સુધીમાં પુરીની પાસે ઓડિશા તટને પાર કરે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ મુજબ આ તોફાનને લોપાર (LOPAR) નામ અપાયું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 કલાકમાં નબળું પડી શકે છે
આ ડીપ્રેશન ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધીને શનિવાર બપોર સુધીમાં પુરીની પાસે ઓડિશા તટને પાર કરે તેવી શક્યતા છે. ત્યારબાદ તે ઓડિશા અને છત્તીસગઢમાં પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. ત્યારબાદ આગામી 24 કલાકમાં ધીરે ધીરે નબળું પડશે. બુલેટિનમાં કહેવાયું છે કે આ સિસ્ટમ ઉત્તર પશ્ચિમી દિશામાં આગળ વધવાનું ચાલું રાખશે. જેનાથી શુક્રવાર રાતથી રાજ્યના કાંઠાના, ઉત્તરી અને પશ્ચિમી ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થશે. 


IMD એ કહ્યું છે કે મૂશળધાર વરસાદનો આ દોર શનિવાર સાંજ સુધી ચાલું રહી શકે છે. તાજા બુલેટિનમાં કહેવાયું છે કે તોફાનના કારણે પશ્ચિમી ઓડિશામાં મંગળવાર સુધી ભારે વરસાદ પડી શકે છે. સીઈસી બુલેટિનમાં આગળ જણાવવામાં આવ્યું છે કે ઉત્તરી અને પશ્ચિમી ઓડિશામાં મંગળવારથી ફરીથી મધ્યમથી ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. જેમાં ઉત્તરી ઓડિશા પર એક ચક્રવાતી પરિસંચરણની ઉપસ્થિતિના કારણે ઉપરી મહાનદી, વેતરણી, બ્રાહ્મણી, બુધબલંગા અને સુવર્ણરેખા જેવી મુખ્ય નદીઓના જળગ્રહણ ક્ષેત્ર અને ઝારખંડ સામેલ છે. જે આગામી શુક્રવાર સુધી ચાલુ રહેશે. 


હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે 19 અને 20 જુલાઈના રોજ ઉત્તર પશ્ચિમ અને તેની નજીક પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને ઉત્તરી આંધ્ર પ્રદેશ, ઓડિશાના કાંઠાઓ પર 45-55 કિમી પ્રતિ કલાકથી લઈને 65 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાય તેવું અનુમાન છે અને ત્યારબાદ ધીરે ધીરે તેમાં કમી આવશે. હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ આજે ઉત્તર પશ્ચિમ અને આજુબાજુના પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી અને ઓડિશાના કાંઠાઓ પર સમુદ્રની સ્થિતિ ખરાબ રહી શકે છે. હવામાન વિભાગે માછીમારોને સમુદ્રમાં ન ઉતરવાની સલાહ આપી છે. 


હવામાન વિભાગે એડવાઈઝરી બહાર પાડી છે જેમાં પશ્ચિમ  બંગાળ, ઓડિશા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, કર્ણાટક, મહારાષ્ટ્ર, અને તેલંગણાના મુખ્ય સચિવોને તે મોકલવામાં આવી છે. આઈએમડીએ પોતાની એડવાઈઝરીમાં કહ્યું છે કે આ દરમિયાન ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. ક્યાંક ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે અને ભારે પવનના કારણે જાનમાલનું નુકસાન થઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે દક્ષિણી અને ઉત્તરી ઓડિશામાં 20 જુલાઈના રોજ અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળના ગંગીય વિસ્તારો, આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો, ઝારખંડ, છત્તીસગઢ, તેલંગણા અને વિદર્ભના વિસ્તારોમાં પણ  ભારે વરસાદ પડી શકે છે. 


ભારે વરસાદ પડી શકે
આ ઉપરાંત હવામાન વિભાગે જણાવ્યું છે કે શનિવારે કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, તેલંગણા, દક્ષિણ આંતરિક કર્ણાટક, કર્ણાટકના કાંઠા વિસ્તારો, વિદર્ભમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની શક્યતા છે. 21 જુલાઈના રોજ ગુજરાત ક્ષેત્ર અને 22 જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા છે. 


આગામી 5 દિવસ દરમિયાન કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્ય, કાંઠા અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં અલગ અલગ/કેટલાક સ્થળો પર તથા 20-21 જુલાઈ દરમિયાન કેરણ અને માહે, તેલંગણા, 20 જુલાઈના રોજ આંધ્ર પ્રદેશના કાંઠા વિસ્તારો અને યનમ, તમિલનાડુ, ઓડિશા, વિદર્ભ, છત્તીસગઢ, મરાઠાવાડામાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. 


ઉત્તર પશ્ચિમ ભારતના રાજ્યોમાં કેવી સ્થિતિ
હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પૂર્વ રાજસ્થાન, હરિયાણા, ચંડીગઢ, દિલ્હીમાં ગાજવીજ સાથે છૂટાછવાયાથી લઈને વ્યાપક વરસાદની શક્યતા છે. આગામી 5 દિવસ સુધી જમ્મુ કાશ્મીર, લદાખ, ગિલગિટ અને બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમી રાજસ્થાનમાં છૂટાછવાયાથી લઈને મધ્યમ વરસાદ વરસી શકે છે. 


21 જુલાઈના રોજ પૂર્વ રાજસ્થાનમાં છૂટાછવાયાથી લઈને  ભારે વરસાદની શક્યતા છે. 22 અને 23 જુલાઈના રોજ હિમાચલ પ્રદેશ અને 20-22 જુલાઈ દરમિયાન યુપીમાં એવી સ્થિતિ જોવા મળશે. 


ગુજરાત માટે લેટેસ્ટ આગાહી
રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે અલર્ટ આપ્યા છે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે.  સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને, રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અને  કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.