ભારતીય હવામાન વિભાગ (IMD) એ લેટેસ્ટ ભવિષ્યવાણી કરી છે. જે મુજબ ચક્રવાતી તોફાન 'મિધિલી' શનિવારે સવારે નબળું પડીને ત્રિપુરા અને તેની નીજક બાંગ્લાદેશ પર એક ડિપ ડીપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. તેના આગામી છ કલાકોમાં દક્ષિણ અસમ અને તેની નજીક મિઝોરમ અને ત્રિપુરા ઉપર ઉત્તર પૂર્વ તરફ આગળ વધવાની શક્યતા છે. અત્રે જણાવવાનું કે બંગાળની ખાડી ઉપર બનેલી ડિપ ડીપ્રેશનનું ક્ષેત્ર શુક્રવારે એક ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું. જેના કારણે પશ્ચિમ બંગાળ, ઓડિશા સહિત પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદના એંધાણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય હવામાન વિભાગે આ જાણકારી આપી. હવામાન વિભાગે કહ્યું કે ચક્રવાતી તોફાન મિધિલી 17 નવેમ્બરની રાતે કે 18 નવેમ્બરની સવારે બાંગ્લાદેશના તટને પાર કરી શકે છે. માછીમારોને 18 નવેમ્બર સુધી ઉત્તર બંગાળની ખાડી તથા પશ્ચિમ બંગાળના તટો પાસે સમુદ્રોમાં ન જવા માટે કહ્યું છે. 


હવામાન વિભાગે પહેલા કહ્યું હતું કે ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ તટ પર પહોંચતા પહેલા સુંદરબનથી આગળ વધશે. આઈએમડીએ પોતાના બુલેટિનમાં કહ્યું કે ચક્રવાતી તોફાન મિધિલી નબળું થઈને ત્રિપુરા અને તેની નજીક બાંગ્લાદેશની ઉપર મેઝડીકોર્ટ (બાંગ્લાદેશ)થી લગભગ 50 કિમી દૂર ઉત્તર પૂર્વ અને અગરતલાથી 60 કિમી દક્ષિણ પૂર્વમાં ડિપ ડીપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. 


પૂર્વોત્તર રાજ્યો (મેઘાલય, મિઝોરમ, ત્રિપુરા અને અસમ)માં ભારે વરસાદ પડ્યો છે. બંગાળની ખાડી ઉપર ડિપ ડીપ્રેશનનું ક્ષેત્ર શુક્રવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું. આઈએમડીના જણાવ્યાં મુજબ શનિવારે પણ હવામાનની આ સ્થિતિ બની રહે તેવી શક્યતા છે. મિઝોરમના જિલ્લા પ્રશાસન અને જિલ્લા આફત નિવારણ અધિકારીઓએ નોટિસ પાઠવીને લોકોને સતર્ક રહેવાની અને વરસાદથી થનારી કોઈ પણ ઘટના વિરુદ્ધ સુરક્ષા માટેના પગલાં ભરવા કહ્યું છે. 


આ બધા વચ્ચે આઈએમડીએ ત્રિપુરાના ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આઈઝોલ જિલ્લામાં 17થી 18 નવેમ્બરની સવાર વચ્ચે 51 મિમી વરસાદનું અનુમાન કર્યું છે. અન્ય જિલ્લા ચમ્ફાઈ શ્(52 મિમી), કોલાસિબ (58 મિમી), લોંગ્ટલાઈ (52મિમી) અને મમિત (56 મિમી) માં ભારે વરસાદનું અનુમાન છે. 


આ તોફાનને મિધિલી નામ આપવામાં આવ્યું છે. અરબ સાગર અને બંગાળની ખાડીના ચક્રવાતોથી પ્રભાવિત દેશો વારાફરતી એક ક્રમમાં ચક્રવાતોને નામ આપે છે. ચક્રવાત મિધિલીની ઓડિશા પર કોઈ મોટી અસર પડવાના આસાર નહિવત છે. કારણ કે તે રાજ્યના તટથી 150 કિમી ઉપરથી પસાર થશે. 


ગુજરાત માટે શું છે આગાહી
રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આજે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. અમદાવાદમાં કાલે દિવસે 30 થી 32 ડિગ્રી તાપમાન રહ્યું. રાતે 18 ડિગ્રી આસપાસ તાપમાન હતું. દિવાળી બાદ તાપમાન ઘટતા ઠંડી વધી. ત્રણ દિવસ તાપમાન યથાવત રહેશે. સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું. બે દિવસ બાદ તાપમાન 1 ડિગ્રી વધી શકે છે. મેચ દરમિયાન રવિવારે બપોરે 33 અને 34 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. જ્યારે સાંજે 18 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube