IMD Weather Forecast and Heatwave: હજુ તો ફેબ્રુઆરી મહિનો ચાલે છે અને દેશભરના ગુજરાત સહિત અનેક રાજ્યોમાં રેકોર્ડતોડ ગરમી પડવા લાગી છે. દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી નોંધાયુ. જ્યારે સોમવારે 33.6ડિગ્રી હતું. જ્યારે ગુજરાત સહિત અન્ય કેટલાક રાજ્યોમાં પણ તાપમાન 35 ડિગ્રી ઉપર પહોંચી ગયેલું જોવા મળ્યું છે. આ બધા વચ્ચે ભારતીય હવામાન વિભાગે (IMD) એ ચેતવણી ઉચ્ચારી છે અને જણાવ્યું છે કે આવનારા દિવસોમાં હિટવેવના કારણે તાપમાન રેકોર્ડ તોડી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ફેબ્રુઆરી મહિનામાં આટલી ગરમી કેમ પડી રહી છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેબ્રુઆરીમાં કાળઝાળ ગરમી કેમ?
ફેબ્રુઆરી મહિનામાં મોટાભાગે તમે ગુલાબી ઠંડીનો અહેસાસ કરતા હોવ છો પરંતુ આ વખતે હવામાને અલગ જ રૂપ ધારણ કર્યુ છે. એક અજીબ પરિવર્તન જોવા મળ્યું છે. ભારતીય હવામાન ખાતા (IMD) ના જણાવ્યાં મુજબ તાપમાનમાં વધારાના અનેક કારણો હોઈ શકે છે. હવામાન વિભાગે જણાવ્યું કે સ્વચ્છ આકાશ, હવાની ધીમી ગતિ, અને દક્ષિણ-પૂર્વ તરફથી હવાની દિશાનું બદલાવવું એ તાપમાનમાં વધારાના કારણ હોઈ શકે છે. આ સાથે જ હવામાન વિભાગે જણાવ્યું કે Western Disturbance ના એક્ટિવ ન થવાના કારણે પણ તાપમાનમાં વધારો જોવા મળે છે. 


અત્રે જણાવવાનું કે દેશની રાજધાની દિલ્હી અને તના નજીકના વિસ્તારોમાં આજે સવારે ગાઢ ધુમ્મસ છવાયલું જોવા મળ્યું. જે આ મહિનામાં અસામાન્ય વાત છે. આ કારણે ન્યૂનતમ તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળ્યો. દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન સામાન્યથી 3 ડિગ્રી સેલ્સિયસ વધુ 14.3 ડિગ્રી સેલ્સિયસ જોવા મળ્યું. 


 'યુપી મે કા બા' ની સિંગર નેહાસિંહ રાઠોડ પાસે પોલીસે માગ્યા આ 7 સવાલના જવાબ


યુવતીની ગંદી હરકત, ભાઈ-બહેનની અશ્લીલ તસવીરો બનાવી સોશિયલ મીડિયામાં શેર કરી


બસ કંડક્ટરને એક રૂપિયો ભારે પડ્યો, પેસેન્જર્સને રિટર્ન ન આપતાં કોર્ટે આપ્યો આ ચૂકાદો


IMD ના જણાવ્યાં મુજબ ગાઢ ધુમ્મસ એટલા માટે પણ અસામાન્ય છે કારણ કે રાજધાનીમાં છેલ્લા કેટલાક દિવસથી તાપમાન સામાન્યથી વધુ નોંધાઈ રહ્યું છે. દિલ્હીના પ્રમુખ હવામાન કેન્દ્ર સફદરજંગ વેધશાળામાં સોમવારે વધુમાં વધુ તાપમાન 9 ડિગ્રી વધીને 33.6 ડિગ્રી નોંધાયું હતું. જે 1969 બાદથી ફેબ્રુઆરી મહિનાનો ત્રીજો સૌથી ગરમ દિવસ રહ્યો. દિલ્હીમાં મંગળવારે મહત્તમ તાપમાન 31.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતા સાત ડિગ્રી વધુ રહ્યું. એક વરિષ્ઠ હવામાન વૈજ્ઞાનિકે જણાવ્યું કે આ તાપમાન મોટાભાગે માર્ચના શરૂઆતના 15 દિવસમાં જોવા મળે છે. 


(ઈનપુટ- ન્યૂઝ એજન્સી ભાષા)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube