Gujarat Weather Forecast: ઉત્તર પ્રદેશ, બિહાર હિમાચલ પ્રદેશ, અને ઉત્તરાખંડમાં આજથી આગામી બે-ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે. દિલ્હી, નોઈડા અને એનસીઆરના વિસ્તારોમાં આજે વાદળા છવાયેલા રહેશે અને ઝરમર વરસાદ પડી શકે છે. આઈએમડી તરફથી હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમવર્ષાનું પણ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગનું માનીએ તો આજે એટલે કે 5 માર્ચથી પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં વરસાદની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં હિમવર્ષા જ્યારે હરિયાણા, ચંડીગઢ અને પંજાબમાં વરસાદનું એલર્ટ છે. એટલું જ નહીં ઝારખંડ, સિક્કિમ અને નોર્થ ઈસ્ટના અનેક વિસ્તારોમાં આજે કરા અને આંધી તોફાનની સંભાવના છે. ગુજરાત વિશે શું કહ્યું છે તે પણ ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશમાં કેવું રહેશે આજનું હવામાન
હવામાન સંબંધિત જાણકારી આપતી વેબસાઈટ સ્કાઈમેટ વેધરના જણાવ્યાં મુજબ આજે એટલે કે 5 માર્ચના રાતથી એક તાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલય ક્ષેત્રને પ્રભાવિત કરે તેવી શક્યતા છે. જેના કારણે આજથી આગામી બે દિવસ સુધી પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. એવું કહેવાય છે કે આ દરમિયાન યુપી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. તથા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ શકે છે. 


રેસ્ટોરન્ટમાં માઉથ ફ્રેશનરની જગ્યાએ અપાઈ આ વસ્તુ, ખાતા જ 4 લોકો હોસ્પિટલમાં દાખલ


ગુજરાતમાં કેવું રહેશે હવામાન
ગુજરાતના હવામાનની વાત કરીએ તો 24 કલાકમાં તાપમાનમાં 3થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. 13 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયુ છે. નલિયામાં સૌથી વધુ 9.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે જ્યારે અમદાવાદમાં 13.3 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉત્તર તરફથી આવતા ઠંડા પવનનો ના કારણે તાપમાન ગગડ્યું છે. ગાંધીનગર 12.4 , ડીસા 11.4, ભુજ 13.2, કંડલા 12.8, રાજકોટ 10.4, અમરેલી 13.0, પોરબંદર 10.6, સુરેન્દ્રનગર 14.0, કેશોદ 10.0 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. 


લીલા તોરણે જાન રિટર્ન! સાત ફેરા ફરતા પહેલાં દુલ્હાએ કર્યો કાંડ, દુલ્હન રૂમમાંથી...


હજું રહેશે ઠંડીનું જોર
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યાં મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યમાં પવનની દિશા બદલાતા ઉત્તર પૂર્વ તરફથી આવતા ઠંડા પવનોના પગલે ઠંડીનું પ્રમાણ વધ્યું છે. આગામી 24 કલાક ઠંડીનું જોર યથાવત રહેશે. ત્યારબાદ ગરમીમાં સામાન્ય વધારો થઈ શકે છે. બુધવારથી ઠંડા પવનોનું જોર ઘટતા શહેરમાં સવાર સાંજ ઠંડક રહેશે. મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો ગગડીને 15 ડિગ્રીથી નીચે નોંધાયો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube