Heavy Rain Forecast: મેઘરાજાની આવી રહી છે સવારી! આ વિસ્તારોમાં બરાબર બોલાવશે ધબધબાટી, મેચ-નવરાત્રિ પર જોખમ
Gujarat Rain Forecast: દેશના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. હવામાન વિભાગનું માનીએ તો આવનારા દિવસોમાં ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષાનો સિલસિલો જોવા મળી શકે છે. જાણો ગુજરાત માટે શું કરાઈ છે આગાહી....
દેશના કેટલાક ભાગોમાં આજે ભારે વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. હવામાન વિભાગનું માનીએ તો આવનારા દિવસોમાં ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં વરસાદ અને બરફવર્ષાનો સિલસિલો જોવા મળી શકે છે. દક્ષિણ આંતરિક કર્ણાટક, તમિલનાડુ, અને કેરળમાં આગામી બે દિવસ સુધી ભારે વરસાદની ગતિવિધિઓ ચાલુ રહેશે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 13 ઓક્ટોબરની રાતથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલય વિસ્તારમાં એક્ટિવ થશે. જ્યારે 14 ઓક્ટોબરે ઉત્તર પશ્ચિમી ભારતના મેદાની વિસ્તારોમાં તેની અસર જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 14થી 17 ઓક્ટોબરની વચ્ચે પહાડી વિસ્તારોમાં વરસાદ અને ઊંચાણવાળા વિસ્તારોમાં બરફવર્ષા જોવા મળી શકે છે.
શું રહેશે ગુજરાતની પરિસ્થિતિ
રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યાં મુજબ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. નવરાત્રીમાં ખેલૈયાઓ માટે માઠા સમાચાર છે. બીજી તરફ વર્લ્ડ કપ મેચ દરમિયાન પણ વરસાદ પડી શકે છે. આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે. 14,15,16 ઓક્ટોબરે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. 14,15 ઓક્ટોબરે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ રહી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે. દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહેશે, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા નહીવત છે.
નવરાત્રિમાં હવામાન વિભાગે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને રવિવારથી અમદાવાદ સહિત વિવિધ વિસ્તારોમાં બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણામાં વરસાદની સંભાવના છે. આ ઉપરાંત રાજ્યના ખેડા, આણંદ, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગર જિલ્લામાં પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહીથી ગરબા રસિકોમાં નિરાશા છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં ફરી એકવાર વરસાદી માહોલ સર્જાવાના સંકેતો આપવામાં આવ્યાં છે. અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં રવિવારથી બે દિવસ દરમિયાન હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના આણંદ અને ખેડા તેમજ સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં પણ હળવો વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.
આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, બોટાદ અને ભાવનગરમાં હળવો વરરસાદ પડી શકે છે. બીજા દિવસે સોમવારના રોજ અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં હળવો વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમા ચોમાસાએ વિદાય લઈ લીધી હોય તેવો માહોલ સર્જાઈ ગયો હતો. રાત્રી દરમિાન ઠંડીની ધીમી શરૂઆત પણ થવા લાગી હતી. જોકે ફરી વરસાદી માહોલ થવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે. હવામાન ખાતાએ પ્રસિદ્ધ કરેલી અમદાવાદ શહેરમાં આગામી એક-બે વિગતો મુજબ, રવિવારના રોજ દિવસમાં વાતાવરણમાં પલટો શરૂ થવાની અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
અન્ય રાજ્યોના હાલ
ખાનગી હવામાન એજન્સી સ્કાઈમેટનું માનીએ તો આજે લક્ષદ્વીપમાં કેટલાક સ્થળો પર ભારે વરસાદની સાથે હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડી શકે છે. આંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ અને દક્ષિણ કર્ણાટકમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે 14 ઓક્ટોબરના રોજ જમ્મુ કાશ્મીર અને લદાખમાં હળવો વરસાદ અને બરફવર્ષા શક્ય છે. 15 ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશના કેટલાક ભાગોમાં બરફ પડી શકે છે.