સમગ્ર ઉત્તર ભારત ઠંડીની ઝપેટમાં છે. પહાડી વિસ્તારો પર બર્ફીલો પવન ફૂંકાઈ રહ્યો છે જ્યારે મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. હમણા પડેલા વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. નવા વર્ષમાં ફરીથી એકવાર કોલ્ડવેવ અને ધુમ્મસ વચ્ચે વરસાદની ચેતવણી પણ ઉચ્ચારાઈ છે. દિલ્હી એનસીઆરમાં ગાઢ ધૂમ્મસનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જાણો આઈએમડી લેટેસ્ટ અપડેટ અને ગુજરાતના હવામાન સમાચાર. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈએમડીના જણાવ્યાં મુજબ જમ્મુ અને તેની નજીક ઉત્તરી પાકિસ્તાનમાં નીચલા ભાગમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે બીજી બાજુ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાઈક્લોનિક સર્ક્યુલેશન તરીકે ઈરાનના મધ્ય ભાગમાં બનેલું છે. પંજાબ અને આસપાસના વિસ્તારોમાં 5 જાન્યુઆરીના રોજ એક સાઈક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા છે. આ સાથે જ 5થી 7 જાન્યુઆરી દરમિયાન અરબ સાગરથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં ભેજ આવવાની પણ શક્યતા છે. તેના પ્રભાવથી પશ્ચિમી હિમાલયી વિસ્તારમાં 3થી 6 જાન્યુઆરી સુધી વરસાદ અને બરફવર્ષા થવાની શક્યતા છે. 


આ રાજ્યોમાં વરસાદની આગાહી
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ના જણાવ્યાં મુજબ ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં 5થી 6 જાન્યુઆરીના રોજ વરસાદ પડવાની શક્યતા છે. જમ્મુ કાશ્મીર, લદાખ અને હિમાચલ પ્રદેશમાં મૂસળધાર વરસાદ પડી શકે છે. જ્યાં આકાશમાંથી વીજળી પડવાની અને તોફાનની શક્યતા છે. ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક ભાગોમાં આગામી 24 કલાકમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીની સ્થિતિ રહેશે. છેલ્લા 24 કલાકની વાત કરીએ હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પંજાબમાં ભારે ઠંડી પડી રહી છે. 


ઠંડીની આગાહી
મહારાષ્ટ્રમાં આગામી 2 દિવસ લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટવાની શક્યતા છે. પંજાબ, હરિયાણા, ચંડીગઢ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના અલગ અલગ વિસ્તારોમાં મોડી રાત અને સવારના સમયે ગાઢ ધુમ્મસની સ્થિતિ રહવાની શક્યતા છે. આ સાથે જ આ રાજ્યોમાં ભયંકર ઠંડી પણ પડશે. 


ગુજરાતનું હવામાન
ફરી એકવાર હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. લૉ પ્રેશરના કારણે ત્રીજા સપ્તાહમાં વાદળિયું વાતાવરણ સર્જાવાની આગાહી છે. અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીની સાથે વરસાદની શક્યતા છે. જાન્યુઆરી મહિનામાં વાતાવરણમાં વારંવારમાં પલટો આવી શકે છે. 


અંબાલાલની આગાહી
છેલ્લાં કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યાં બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત 12થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. આગામી તારીખ 4 થી 7 દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે. 


 હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત 12થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. આગામી તારીખ 4 થી 7 દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે. 


તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.