મુંબઇ: મુંબઇ (Mumbai) માં ગત રાતથી સતત વરસાદ ચાલી રહ્યો છે. ભારે વરસાદના લીધે મુંબઇના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ચૂક્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે રેડ એલર્ટ (Red Alert) જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે આજે દિવસભર જોરદાર વરસાદનું અનુમાન છે. મુંબઇને અડીને આવેલા ઠાણે, પાલઘર અને રાયગડમાં પણ આજે ભારે વરસાદ ખાબકી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઇ (Mumbai Rain) ના ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. આખી રાત લોકો ઘરમાંથી પાણી ઉલેચવામાં લાગ્યા હતા. અંધેરી અને આસપાસના નિચલા વિસ્તારમાં પાણી ભરાઇ ચૂક્યા છે. દાદરમાં એટલું પાણી ભરાઇ ગયું કે બેસ્ટની બસો અડધાથી વધુ ડુબી ગયેલી જોવા મળી હતી. ભારે વરસાદના લીધે ભાંડુપમાં દીવાલ ધરાશાયી થઇ ગઇ છે. કાંદિવલીની ઘણી દુકાનોમાં પાણી ભરાઇ ગયા છે, જેથી લાખોનો માલ ખરાબ થઇ ચૂક્યો છે. 

Aadhaar card સાથે નહીં થાય છેડખાની! આવી રીતે લોક કરો આધાર નંબર અને બાયોમેટ્રિક, જાણી લો શું છે પ્રોસેસ


આજે રવિવારનો દિવસ છે, એટલા માટે થોડી રાહતની વાત છે. મોટાભાગના લોકોને કામ પર જવાની મજબૂરી નથી. વરસાદના લીધે રેલના પાટાઓ પર પણ પાણી ભરાઇ ગયા છે. એટલે કે આજે લોકલ ટ્રેન દ્વારા અવરજવર પ્રભાવિત થશે. 

LPG Gas Cylinder: હવે Address Proof વિના મળશે ગેસ સિલિન્ડર, જાણો ક્યાં અને કેવી રીતે કરશો એપ્લાય


દેશની રાજધાની દિલ્હીમાં પણ આજે ભારે વરસાદનું અનુમાન
રાષ્ટ્રીય રાજધાની (Delhi) માં શનિવારે સવારે આકાશ સ્વચ્છ રહ્યું. પરંતુ રવિવારે શહેરમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. હવામાન વૈજ્ઞાનિકોએ સાંજે વાદળો છવાયેલા રહેવા અને હળવા વરસાદ અથવા ગરજની સાથે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. તો બીજી તરફ મોટાભાગનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે. શહેરમાં મંગળવારે મોનસૂનનો પ્રથમ વરસાદ થયો હતો. રાષ્ટ્રીય રાજધાનીમાં મોનસૂન સામાન્ય રીતે 27 જૂન સુધી આવે છે પરંતુ આ વખતે ચોમાસું 16 દિવસ મોડું આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube