IMD Latest Weather Update: દેશમાં ગરમીનો કહેર વધી રહ્યો છે. હીટવેવના કારણે અનેક રાજ્યોમાં લોકોના હાલ હવાલ થઈ ગયા છે. જો કે આ બધા વચ્ચે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગે નવી અપડેટ શેર કરી છે જે મુજબ હીટવેવથી હવે લોકોને જલદી છૂટકારો મળી શકે છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ વરસાદની પણ આગાહી કરાઈ છે. ગુજરાત માટે શું આગાહી છે તે પણ ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હીટવેવથી મળશે રાહત
ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક સોમા સેને હવામાન પર લેટેસ્ટ અપડેટ શેર  કરી છે. સોમા સેનના જણાવ્યાં મુજબ રાજસ્થાન અને કેરળને બાદ ક રતા અનેક રાજ્યોમાં હીટવેવ ખતમ થઈ રહી છે. માત્ર પશ્ચિમ રાજસ્થાન અને કેરળમાં આજે એટલે કે 9મીએ હીટવેવની આગાહી કરાઈ હતી. હવામાન વિભાગનું કહેવું છે કે હીટવેવના કારણે રાજસ્થાન અને કેરળમાં યલ્લો એલર્ટ જાહેર કરાયું હતું. 


આંધી તોફાનની આશંકા
આ સાથે જ સોમા સેને જણાવ્યું કે દેશના અનેક ભાગોમાં તાપમાન ઝડપથી ઘટી રહ્યું છે. તેનું કારણ બંગાળની ખાડીમાં બનનારું ઓછા દબાણનું ક્ષેત્ર છે. બંગાળની ખાડીમાં તેજ ભેજનો પ્રવાહ ભારત તરફ આગળ વધી રહ્યો છે. આવામાં પૂર્વ યુપીથી લઈને બિહાર, બંગાળ, ઓડિશા અને અસમમાં તેજ આંધી તોફાન આવવાની શક્યતા છે. અનેક જગ્યાઓ પર વરસાદ પડી શકે છે. તેની અસર મધ્ય પ્રદેશ ઉપરાંત ઉત્તરાખંડ, અને હિમાચલ પ્રદેશમાં પણ જોવા મળી શકે છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube